દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં બ્લાસ્ટ, 10 ના મોત
નવી દિલ્હીઃ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત બાદ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન મોડી સાંજે દેશની રાજધાની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક સોમવારે સાંજે વિસ્ફોટનો અવાજ સંભળાયા બાદ ગભરાટ ફેલાઈ ગયો હતો. અહેવાલો અનુસાર, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટની આ ઘટનામાં 8થી વધારે વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. બ્લાસ્ટની ઘટનાને લઈને વિવિધ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. બીજી તરફ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-1ની પાસે સોમવારના રોજ પાર્કિંગમાં ઊભેલી એક કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધમાકા પછી આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસ ઊભેલી ત્રણ વધારે ગાડીઓ પણ સળગી ગઈ હતી. આ વિસ્ફોટમાં 9 વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. બ્લાસ્ટમાં ઘવાયેલા લોકોને સારવાર અર્થે LNJP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
માહિતી મળતા જ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ધમાકાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આખા વિસ્તારને ઘેરી લીધો છે અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.