ભાજપે પૂર્વ મંત્રી આરકે સિંહને પક્ષ વિરોધી નિવેદનો આપવા બદલ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા
પટના: બિહાર ચૂંટણી પરિણામો પછી તરત જ, ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પગલું ભર્યું છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આરકે સિંહને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા. પાર્ટીએ એક સત્તાવાર પત્ર જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે સિંહના સતત વિવાદાસ્પદ અને પાર્ટી-લાઇનથી આગળના નિવેદનોને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી જરૂરી બની ગઈ છે.
આરકે સિંહ ઘણા દિવસોથી એનડીએ નેતૃત્વ, ઉમેદવારો અને બિહાર સરકાર પર ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. સૌથી મોટો વિવાદ ત્યારે થયો જ્યારે સિંહે ખુલ્લેઆમ બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, જેડીયુ નેતા અનંત સિંહ અને આરજેડીના સૂરજ ભાન સિંહને "હત્યા આરોપી" કહ્યા.
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને નૌકરશાહથી નેતા બનેલા આર. કે. સિંહે તેમના તાજેતરના નિવેદનોથી બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપ માટે સતત મુશ્કેલી ઊભી કરી હતી. તેમણે નીતિશ સરકાર સામે ગંભીર આરોપો મૂક્યા હતા જેના લીધે પાર્ટી માટે સ્થિતિ અસહજ બની હતી. એવામાં કયાસ લગાવાઈ રહ્યા હતા કે ભાજપ તેમની વિરુદ્ધ કડક પલગાં ભરી શકે છે અને ચૂંટણી પત્યા બાદ આખરે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરાયાનો નિર્ણય લેવાયો.