For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે લોકાર્પણ કરાશે

04:00 PM Nov 25, 2025 IST | Vinayak Barot
ભાવનગર અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે લોકાર્પણ કરાશે
Advertisement
  • ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવેનું ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કરાશે લોકાર્પણ,
  • એક્સપ્રેસ હાઈવે પર માત્ર બેથી અઢી કલાકમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકાશે,
  • છેલ્લા બે દિવસથી પીપળીથી સનાથલ સુધીનો માર્ગ પણ ખોલી નાંખવામાં આવ્યો છે,

અમદાવાદઃ ભાવનગર-અમદાવાદ વચ્ચે એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થતા હવે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ કરવામાં આવશે. જોકે છેલ્લા બે દિવસથી પીપળી-સનાથળ સુધીને એક્સપ્રેસ હાઈવે ખોલી દેવામાં આવ્યો છે. જો કે સત્તાવાર એક્સપ્રેસ હાઈવે ખોલવામાં આવ્યો નથી પણ વાહનો પસાર થઈ રહ્યા છે. આ એક્સપ્રેસ હાઈવેથી ધોલેરા અને ભાવનગર જવા માટેનું અંતર ઘટી જશે. અમદાવાદથી ભાવનગર માત્ર બેથી અઢી કલાકમાં પહોંચી શકાશે.

Advertisement

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે શરૂ થવાની લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી છે, તેની આતૂરતાનો અંત હવે ટુંક સમયમાં આવી શકે છે. ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ-વે ડિસેમ્બરના દ્વિતિય સપ્તાહમાં જનતા માટે સત્તાવાર રીતે ખુલ્લો મુકાય તે દિશામાં નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. અગાઉ એકસપ્રેસ-વે અડધો ખોલવામાં આવ્યો હતો ત્યારે સંખ્યાબંધ વાહન અકસ્માતો સર્જાયા હતા, અને બાદમાં તેને બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી બિનસત્તાવાર રીતે પીપળીથી સનાથલ સુધીનો માર્ગ પણ ખોલી નાંખવામાં આવ્યો છે.

ભાવનગરથી અમદાવાદનું સડક માર્ગનું અંતર 170 કિ.મી. હતુ, તે ભાવનગરથી અધેળાઇના 32 કિ.મી. સુધીના સીમેન્ટ કોંક્રિટના સ્ટેટ હાઇ-વે બાદ અધેળાઇથી અમદાવાદના સનાથલ સુધી એક્સપ્રેસ-વે બનાવવામાં આવ્યો છે. આ માર્ગને કારણે ભાવનગરથી અમદાવાદનું અંતર 30 કિલોમીટર ઘટી જવાનું છે, અને મુસાફરીના કલાક પણ ઘટી જશે. હવે કાર, બસના માધ્યમથી નાગરિકો માત્ર બે કલાકમાં ભાવનગરથી અમદાવાદ પહોંચી શકશે. હાલ પિપળી ટોલ પ્લાઝા શરૂ કરવા માટેની તકનીકી કાર્યવાહીને અંતીમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત વેજલકા નજીક નાનો કટકો જોડવાનો બાકી છે.

Advertisement

નેશનલ હાઇ-વે ઓથોરિટીના કહેવા મુજબ તમામ પ્રકારની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે, અને સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ 12થી 15 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવશે. ઉપરાંત ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરીનું પણ વડાપ્રધાન કાર્યાલય દ્વારા દૈનિક ધોરણે ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

ભાવનગર-અમદાવાદ એક્સપ્રેસ-વે શરૂ થઇ જવાથી મુસાફરોના સમય અને ઇંધણમાં ખાસ્સી બચત થશે ઉપરાંત પરિવહન સુગમતામાં પણ વધારો થશે. ધોલેરા સરમાં આકાર લેનારા ઉદ્યોગો માટે પણ આ એક્સપ્રેસ-વે તૈયાર માલના પરિવહનમાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Advertisement
Tags :
Advertisement