For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત, થરા હાઈવે પર ટ્રેલર-ડમ્પર ટકરાયા

04:19 PM Nov 25, 2025 IST | Vinayak Barot
બનાસકાંઠામાં અકસ્માતના બે બનાવોમાં બેના મોત  થરા હાઈવે પર ટ્રેલર ડમ્પર ટકરાયા
Advertisement
  • થરા હાઈવે પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત,
  • થરા- દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત,
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

પાલનપુરઃ રાજ્યમાં અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં બનાસકાંઠામાં અકસ્માતના જૂદા જૂદા બે બનાવોમાં બેના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ થરા નેશનલ હાઈવે પર એક અકસ્માત સર્જાયો હતો. થરા બ્રિજના ઢાળ પર ટ્રેલર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું . જ્યારે બીજા અકસ્માતનો બનાવ થરા-દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયો હતો.આ ઘટનામાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  ડીસાથી રાધનપુર તરફ જઈ રહેલું એક ટ્રેલર થરા બ્રિજ ઉતરતી વખતે આગળ જઈ રહેલા ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું. આ અકસ્માત થરા-ભાભર રોડ પર બ્રિજ ઉતરતાની સાથે જ થયો હતો. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતક ટ્રેલર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાની જે.વી. શાહ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. થરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

બીજા અકસ્માતના બનાવ થરા-દિયોદર રોડ પર કંથેરીયા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલકનું મોત નિપજ્યુ હતુ.  મૃતક બાઈક ચાલકની ઓળખ કાંકરેજના ડુંગરાસણ ગામના ભોમાજી ગંભીરજી અટુંબીયા તરીકે થઈ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળાં એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement