હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ઓસ્ટ્રેલિયન ઓપન: અમેરિકન ખેલાડી મેડિસન કીઝે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

08:00 PM Jan 21, 2025 IST | revoi editor
Advertisement

19મા ક્રમાંકિત અમેરિકન ટેનિસ ખેલાડી મેડિસન કીઝે કઝાકિસ્તાનની છઠ્ઠી ક્રમાંકિત એલિના રાયબાકીનાને હરાવીને ચોથી વખત ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કીઝે 2023 ઓસ્ટ્રેલિયન ઓપન ફાઇનલિસ્ટ રાયબાકીનાને 6-3, 1-6, 6-3 થી હરાવવા માટે 1 કલાક અને 49 મિનિટનો સમય લીધો. હવે કીઝ મેલબોર્ન પાર્કમાં ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચવાથી માત્ર એક જીત દૂર છે. આ પહેલા તે 2015 અને 2022માં સેમિફાઇનલમાં પહોંચી હતી.

Advertisement

કીઝે ગયા અઠવાડિયે એડિલેડમાં WTA 500 ટાઇટલ જીત્યું હતું અને હવે તેણે સતત નવ મેચ જીતી છે. આ વર્ષે તે સૌથી વધુ મેચ જીતનારી ખેલાડી બની છે, તેનો એકંદર રેકોર્ડ 10-1 છે. 29 વર્ષીય કીઝનો આગામી મુકાબલો ૨૮મી ક્રમાંકિત એલિના સ્વિટોલિના સામે થશે, જેણે પહેલા સેટમાં ડબલ બ્રેક ડાઉન બાદ વાપસી કરીને વેરોનિકા કુડેરમેટોવાને 6-4, 6-1થી હરાવી હતી.

સ્વિટોલિના સામે કીઝનો હેડ-ટુ-હેડ રેકોર્ડ 3-2 છે. બંને છેલ્લી વખત લગભગ ત્રણ વર્ષ પહેલાં એડિલેડમાં એકબીજાનો સામનો કર્યો હતો, જ્યાં કીઝે પહેલા રાઉન્ડમાં સ્વિટોલીનાને હરાવી હતી અને ટાઇટલ જીત્યું હતું. સ્વિટોલીના 2018 અને 2019 માં સતત ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ગયા વર્ષે પીઠની ઈજાને કારણે તે ચોથા રાઉન્ડની મેચમાંથી ખસી ગઈ હતી. ઇજાઓ અને અન્ય શારીરિક સમસ્યાઓના કારણે તેણીને તેની સીઝન ટૂંકી કરવી પડી, અને યુએસ ઓપન પછી તેણીએ પગની સર્જરી કરાવી. સર્જરી પછી આ તેમની પહેલી ટુર્નામેન્ટ છે.

Advertisement

Advertisement
Tags :
American playerAustralian OpenentryMadison Keysquarterfinal
Advertisement
Next Article