હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદના તપોવન સર્કલ પાસે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ, દંપત્તીની ધરપકડ

03:20 PM Dec 02, 2024 IST | revoi editor
Advertisement

 અમદાવાદઃ શહેરમાં રાતના સમયે દારૂ પીને પૂરફાટ ઝડપે વાહનો ચલાવાતા હોય દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા રાતના સમયે વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાંદખેડા પોલીસ ગત રાતના સમયે શહેરના તપાવન  સર્કલ પર વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ત્યારે પૂરફાટ ઝડપે આવી રહેલી ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ કારચાલકે પોલીસ પર કાર ચડાવી દેવાનો પ્રસાય કર્યો હતો. દરમિયાન અન્ય બે પોલીસ કર્મચારીઓ કારના દરવાજે લટકીને કાર ઊભી રાખવાની બુમો પાડતા હતા. ત્યારે પણ કારચાલકે કાર ઊભી ન રાખીને બન્ને કર્મચારીઓને ઢસડીને પછાડ્યા બાદ કાર નાસી ગઈ હતી. કારચાલકની બાજુમાં બેઠેલી તેની પત્ની પણ કારચાલક પતિને ઉશ્કેરીને મજા લઈ રહી હતી. આ ઘટના બાદ ફરિયાદ નોંધાતા પાલીસે સીસીટીવીની કૂટેજ મેળવીને નાસી ગયેલી કારને શોધીને તેના ચાલક અને તેની પત્નીની ધરપકડ કરી હતી.

Advertisement

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ચાંદખેડામાં પોલીસ દ્વારા તપોવન સર્કલ પાસે એક ફોર્ચ્યુનર કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કાર ચાલક અનુજ પટેલે અને તેની પત્ની પાયલ પટેલે બે પોલીસકર્મીઓને ટક્કર મારી જાનથી મારી નખવાના ઈરાદે તેમના પર ગાડી ચડાવી દીધી હતી. પોલીસકર્મીએ ગાડીનું બોનેટ પકડી લીધું હતું અને બીજા પોલીસકર્મીએ દરવાજો પકડી રાખ્યો હતો. બંને પોલીસકર્મીઓને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. જેમાં પોલીસકર્મીને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ નિતેશ કુમારે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે તેઓ અને સ્ટાફના માણસો ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તપોવન સર્કલ પાસે રાત્રે 11:15 વાગ્યાની આસપાસ એક કાળા કાચવાળી ફોર્ચ્યુનર કાર આવી હતી. જેને ઊભી રાખવાનો ઈશારો કરતા ફોરવ્હીલર ચાલકે એકદમ તેની ગાડી પોલીસને ટક્કર મારવાના ઈરાદે તેમની તરફ લાવી જાનથી મારવાના ઇરાદે ટક્કર મારવા જતા નિતેશકુમાર ગાડીના આગળની સાઈડના બોનેટ ભાગને પકડી લીધો હતો, ત્યારે અન્ય હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈએ ફોરવ્હીલર ગાડીના ડ્રાઈવર સાથે આગળના દરવાજાને પકડી રાખ્યો હતો. કાર તપોવન સર્કલ ફેરવીને અગોરા મોલ તરફ પૂરપાટ ઝડપે ચલાવી હતી. તે વખતે ડ્રાઈવર સાઈડ બાજુમાં બેઠેલી મહિલાએ ડ્રાઇવરને ગાડી ભગાવવાનો ઈશારો કર્યો હતો. કાર ચાલકે ગાડી ચલાવીને બંને પોલીસકર્મીને જાનથી મારી નાખવાના ઇરાદે ટક્કર મારી હતી. ટક્કર વાગતા નિતેશકુમાર અને રાયમલભાઈ જમીન પર પટકાયા હતા. જેમાં નિતેશકુમારને હાથ, પગના ભાગે ઇજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમણે કાર ચાલક અને તેની બાજુમાં બેઠેલી મહિલા વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. પોલીસે ગાડીના નંબરના આધારે આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharahmedabadAttempt to carjack policeBreaking News Gujaraticouple arrestedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article