ઓલમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને મળશે સરકારી નોકરી, દિલ્હી સરકારનો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીની ભાજપા સરકારે ખેલ પ્રોત્સાહન યોજના હેઠળ ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હીના મંત્રી આશીષ સૂદએ જણાવ્યું હતું કે, ઓલિમ્પિકમાં જીતનાર વિજેતા ખેલાડીઓને સરકાર તરફથી કેશ રિવોર્ડને વધારવામાં આવ્યો છે. ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીને સાત કરોડ રૂપિયા, સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને પાંચ ખેલાડી અને બ્રોન્ઝ મેડલ જીતનાર ખેલાડીને રૂ. 3 કરોડનું ઈનામ આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ખેલાડીને ગ્રુપ-એ અને બ્રોન્ઝ મેડલ જીતનારને ગ્રુપ-બીમાં દિલ્હી સરકારમાં નોકરી આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલા દિલ્હી સરકાર તરફથી ઓલિમ્પિક અને પેરા-ઓલિમ્પિકમાં મેડલ જીનાતર ખેલાડીઓને રૂ. 3 કરોડ, બે કરોડ અને એક કરોડનું ઈનામ આપવામાં આવતું હતું. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં પ્રોત્સાહન રકમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.