હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ગુજરાતમાં એશિયાટિક સિંહની વસતી 891એ પહોંચી, વનરાજોનો વસવાટનો વિસ્તાર વધ્યો

04:40 PM May 21, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાતમાં વન વિભાગ દ્વારા સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓ દ્વારા 11 જિલ્લામાં 35000 ચોરસ મીટર વિસ્તારમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી દ્વારા આજે સિંહની વસતી ગણતરી બાદ સિંહની વસતીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.  સિંહની સંખ્યામાં 271નો વધારો થયો છે. જેમાં સિંહબાળની સંખ્યા 225, માદા સિંહની સંખ્યા 330, નર સિંહની સંખ્યા 196 થઈ છે. તો 2020માં સિંહની વસ્તી 674 હતી. આમ સિંહની સંખ્યા 674થી વધી 891 થઈ છે.

Advertisement

ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસતિગણતરીના આંકડા જાહેર કરાયા છે. આ આંકડાઓ મુજબ, રાજ્યમાં એશિયાટિક સિંહોની વસતિ 891 સુધી પહોંચી છે. આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ સકારાત્મક વલણથી ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં મૂળ વસ્તીને માત્ર મજબૂત બનાવવામાં આવી નથી, પરંતુ બરડા વન્યજીવન અભયારણ્ય અને ગિરનાર વન્યજીવન અભયારણ્ય જેવા અન્ય સંરક્ષિત વિસ્તારો સહિત, સૌરાષ્ટ્રના વિશાળ લેન્ડસ્કેપમાં કુદરતી ફેલાવા અને સેટેલાઈટ પોપ્યુલેશનની સ્થાપનામાં પણ મદદ મળી છે. 10થી 13 મે 2025 દરમિયાન 16મો સિંહ વસ્તી અંદાજ હાથ ધર્યો હતો, જેમાં ઘણી રસપ્રદ માહિતી અને આંકડા સામે આવ્યા છે. સિંહની સંખ્યામાં 271નો વધારો થયો છે. જેમાં સિંહબાળની સંખ્યા 225, માદા સિંહની સંખ્યા 330, નર સિંહની સંખ્યા 196 થઈ છે. તો 2020માં સિંહની વસ્તી 674 હતી. આમ સિંહની સંખ્યા 674થી વધી 891 થઈ છે.

ગુજરાતના ગીર અભયારણ્ય અને એની આસપાસના વિસ્તારોમાં 16મી સિંહ વસતિગણતરી પૂર્ણ થઈ છે. આ ગણતરીમાં 891 એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે. આ આંકડા એ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.

Advertisement

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીરનું પ્રતીક એવા સિહોની વસતિગણતરી કરવામાં આવી હતી. ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા 16મા સિંહ વસતિ અંદાજામાં કુલ 891 સિંહો વસવાટ કરી રહ્યાં હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી વસતિગણતરી કરવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત પ્રોજેક્ટ લાયન 2047માં મહત્ત્વની ભૂમિકા ભજવશે એવો દાવો પણ કર્યો હતો અને ગીરમાં વસતા સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓને સાચવવાની જવાબદારી નિભાવવા અપીલ કરી હતી.

રાજ્યમાં 11 જિલ્લામાં બે તબક્કામાં ચાર દિવસ સિંહની ગણતરી કરવામાં આવી હતી. જેમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિગણતરી કરાઈ હતી. એશિયાઈ સિંહોના વિસ્તારમાં સતત વધારો જોવા મળ્યો છે. 1990થી 1995 સુધી વિસ્તાર 6600 ચોરસ કિમીથી વધીને 10,000 ચોરસ કિ.મી. થયો, જે આશરે 51.5%નો વધારો દર્શાવે છે. 1995થી 2001ની વચ્ચે વિતરણ 12,000 ચોરસ કિમી સુધી વિસ્તર્યું, જે 20%નો વધારો દર્શાવે છે. 2005 સુધીમાં તે 13,000 ચોરસ કિમી સુધી પહોંચ્યું, જે અગાઉના અંદાજ કરતા 8.3%નો વધારો દર્શાવે છે. 2005થી 2010ની વચ્ચે વધુ નોંધપાત્ર વિસ્તરણ થયું, જેમાં વિસ્તાર 20,000 ચોરસ કિમી સુધી વધ્યો, જે 53.8%નો વધારો દર્શાવે છે. 2015માં ફેલાવો વધુ વધીને 22,000 ચોરસ કિમી થયો, જે 10%નો વધારો દર્શાવે છે. 2015થી 2020 સુધી આ વિસ્તાર 30,000 ચોરસ કિમી સુધી વિસ્તર્યો, જે 36.4% વૃદ્ધિ દર્શાવે છે. 2025 સુધીમાં આ વિસ્તાર 35,000 ચોરસ કિમી સુધી પહોંચ્યો, જે 2020ના આંકડા કરતા 16.67% વધુ છે.

Advertisement
Tags :
Aajna SamacharAsiatic lion population reaches 891Breaking News GujaratigujaratGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharhabitat of forest lions increasesLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article