હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદમાં 500 વર્ષ જૂના 9 દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરવા ASIનો AMCને પત્ર

04:20 PM Jun 23, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા સહિત ઐતિહાસિક દરવાજાની મરામતના અભાવે દરવાજાઓ જર્જરિત બનતા જાય છે. અમદાવાદને વલ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અને શહેરમાં ઐતિહાસિક દરવાજાઓ 6 સદીથી વધુ પુરાતની છે. આમ તો ઐતિહાસિક દરવાજાની જાળવણીનું કામ આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના શીરે છે. પણ તંત્રની બેદરકારીના કારણે તાજેતરમાં  દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી પડ્યો હતો. આ અંગે સ્થાનિક ધારાસભ્યએ પણ પત્ર લખીને ઐતિહાસિક દરવાજાની મરામતની માગ કરી હતી. હવે  આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઈ)એ મ્યુનિના કમિશનરને પત્ર લખીને શહેરના 9 ઐતિહાસિક દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરાવીને દરવાજા આસપાસના દબાણો દૂર કરવાની માગ કરી છે.

Advertisement

અમદાવાદ શહેર ઐતિહાસિક ગણાય છે. શહેરમાં ઐતિહાસિક બાંધકામો, સ્થાપત્યો વગેરેની સાર-સંભાળનું કામ આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનું છે. પણ પુરતી સાર-સંભાળ રાખવામાં આવતી ન હોવાની ફરિયાદો ઊઠી છે. તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો તૂટી પડતા અત્યાર સુધી નિષ્ક્રિય રહેલું આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) સફાળું જાગ્યું છે. ASI દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખીને આ દરવાજાઓમાંથી વાહનવ્યવહાર બંધ કરવા, આસપાસના દબાણો દૂર કરવા અને બેરિકેડિંગ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

દરિયાપુર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ અગાઉ શહેરના દરવાજાને રીપેરીંગ કરવાના અનેક પત્રો આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાને લખ્યા હતા. હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની તાત્કાલિક બેઠક બોલાવી સંલગ્ન વિભાગો સાથે ચર્ચા કરીને આ મામલે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

Advertisement

ભાજપના ધારાસભ્ય કૌશિક જૈનના કહેવા મુજબ  દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા સહિતના ઐતિહાસિક દરવાજાઓને સમયાંતરે રિપેરિંગ કરવા અને તેની યોગ્ય જાળવણી થાય તે માટે આર્કિયોલોજિકલ વિભાગને બેથી ત્રણ વખત પત્રો લખવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, કેટલાક દરવાજાઓ જર્જરિત હાલતમાં થઈ ગયા છે, જેથી તેની શોભા વધે તે માટે યોગ્ય આયોજન કરવું જરૂરી છે. તાજેતરમાં રાત્રિના સમયે દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન કે રાહદારી ત્યાંથી પસાર ન થતું હોવાથી કોઈ ગંભીર ઘટના બની નહોતી.

Advertisement
Tags :
Aajna SamacharahmedabadBreaking News Gujaratidemand to close trafficGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharhistorical gatesLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article