હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ખેતીની જમીનો પર કરાયેલા બાંધકામોને મંજુરી હક્ક અપાશે, વિધાનસાભામાં વિધેયકને મંજુરી

06:45 PM Mar 28, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત જમીન મહેસુલ (સુધારા) વિધેયકને મંજુરી આપવામાં આવી હતી. આ સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો સરકારના જુદા જુદા કાયદા હેઠળ શરતભંગ થતો હોવાથી ચોક્કસ અવેજ ચૂકવીને મકાન કે સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. આવાં બાંધકામોને નિયમિત કરવા માટે પરિવર્તનીય વિસ્તાર તરીકે જાહેર કરી તેને વિનિયમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે.

Advertisement

મંત્રીએ જણાવ્યું કે ‘સર્વજન હિતાય, સર્વ જન સુખાય’ને લક્ષ્યમાં રાખી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં સત્તામાં આવતાંની સાથે ઔદ્યોગિકરણ અને શહેરીકરણનો વ્યાપ ખૂબ ઝડપથી વધવા લાગ્યો. જેથી રાજ્યના નાગરિકો પોતાના પરિવારના શૈક્ષણિક, આર્થિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે શહેરો તરફ વળવા લાગ્યા. જેના લીધે શહેરી વિસ્તારોની આજુબાજુમાં રહેઠાણની જરૂરિયાતમાં વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે જે-તે સમયે કાયદાની અજ્ઞાનતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાકનાં બાંધકામો કરવામાં આવ્યાં હતાં. જેનું યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યાં અને રહેણાકના હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આથી આવા મકાનોમાં રહેતા નાગરિકોના રહેઠાણને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી.

Advertisement

આવા વિસ્તારોને પરિવર્તનીય તરીકે જાહેર કરી વિનિયમિત કરવા અંગે ગુજરાત અધિનિયમ ક્રમાંક-૨૩થી ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) અધિનિયમ-૨૦૧૭ને તા.૧૮ એપ્રિલ, ૨૦૧૭ના રાજપત્રથી પ્રસિદ્ધ કર્યું છે અને આ અધિનિયમ તા. ૯ મે, ૨૦૧૭થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમના પ્રકરણ-૯(ક)ની કલમ-૧૨૫(છ)(૧)ની જોગવાઇઓમાં વખતોવખત બદલાયેલા સંજોગો, વર્તમાન પરિસ્થિતિ તેમજ આ કાયદાનો વધુ સારી રીતે અમલ થાય, તે માટે તેમજ પારદર્શી અને લોકાભિમુખ વહીવટને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

મંત્રીએ જણાવ્યું કે વર્ષ ર૦૧૭નો સુધારા કાયદો લાવવાથી ફેરફારના રજિસ્ટર અને હક્કપત્રકને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા પૂરક સેટલમેન્ટ દાખલ કરી, પરિવર્તનીય વિસ્તારમાં આવેલી જમીનો બાબતેના ફેરફાર રજિસ્ટર તૈયાર કરવા અને અદ્યતન કરવા તેમજ આવી જમીનો પરના મહેસૂલી કાયદાના ઉલ્લંઘન બાબતે કાર્યવાહી સુનિશ્ચિત કરવા તથા બીજા સરકારી લેણાં, માંડવાળ ફી, પ્રિમિયમ વગેરેની નિયમોનુસારની વસૂલાત કરી સાચી સ્થિતિ મુજબનો રેકર્ડ બનાવવા આવતો હતો.

તેમણે ઉમેર્યું કે આ કાયદા મુજબ ગણોત ધારાની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનો ઉપર સરકારની પૂર્વમંજૂરી વગર ગેરકાયદે થયેલા બાંધકામવાળી મિલકતોને પૂરક સેટલમેન્ટ તરીકે મહેસૂલી રેકર્ડ પર લાવવા તથા આ મિલકતોના હિતધારકોને તેમની મિલકત કે જે લાંબા સમયગાળાની હોય (૨૦૦૫ પહેલાંની) તેવી મિલકતના હક્કો આપી શકાય તેવા આશયથી આ કાયદો ૨૦૧૭માં લાવવામાં આવ્યો હતો.

વધુમાં, મંત્રી  રાજપૂતે જણાવ્યું કે હાલ આ કાયદાનો લાભ ગણોત ધારા-૧૯૪૮ની કલમ-૪૩, ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન (વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ-૧૯૫૮ની કલમ-૫૭ તથા જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ-૬૫ અને કલમ-૬૮ વાળી જમીનોમાં આવેલી મિલકતોને જ લાભ મળે છે, પરંતુ આ બિલનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય તેવા આશયથી કાયદામાં સુધારા માટે આ બિલ રજૂ કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiConstructions on agricultural landsGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatespermission rightsPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article