કોપર ચેમ્પિયનશિપમાં અનાહત સિંહે રચ્યો ઇતિહાસ
17 વર્ષીય અનાહત સિંહે ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રમાતી કોપર ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે રહી હતી. PSA કોપર-લેવલ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. પગની ઘૂંટીની ઇજા સામે ઝઝૂમવા છતાં, NSW સ્ક્વોશ બેગા ઓપન 2025માં રનર-અપ રહી.
બેગા કન્ટ્રી ક્લબ ખાતે ઉભરતી ભારતીય સ્ટાર ખેલાડીનો શાનદાર પ્રવાસ ત્યારે સમાપ્ત થયો, જ્યારે તેણીને ઇજિપ્તની હબીબા હાની સામેની ફાઇનલમાં 10-4થી પાછળ રહીને બહાર થવાની ફરજ પડી. અનાહત સિંહે પહેલી ગેમ 11-9થી જીતી હતી, પરંતુ હાનીએ વળતો પ્રહાર કરીને આગામી બે ગેમ 11-5 અને 11-8થી જીતી લીધી, પરંતુ ઈજાના કારણે સિંહે મેચ ગુમાવવી પડી.
સિંહની ફાઇનલ સુધીની સફર શાનદાર રહી. સેમિફાઇનલમાં, તેણીએ ઇજિપ્તની નૂર ખાફાગીને 3-2 (10-12, 11-5, 11-5, 10-12, 11-7)થી હરાવી, જોકે તેણીને પગની ઘૂંટીમાં સમસ્યા હતી. અગાઉ, તેણીએ પ્રથમ રાઉન્ડમાં બાય મળ્યા બાદ દક્ષિણ આફ્રિકાની હેલી વોર્ડને 3-0 અને ઓસ્ટ્રેલિયાની સારાહ કાર્ડવેલને 3-0થી હરાવી હતી.