For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના ભચાઉમાં રખડતા આખલાએ અડફેટે લેતા વૃદ્ધાનું મોત

05:26 PM Oct 30, 2024 IST | revoi editor
કચ્છના ભચાઉમાં રખડતા આખલાએ અડફેટે લેતા વૃદ્ધાનું મોત
Advertisement
  • ભચાઉમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે,
  • વૃદ્ધા પોતાના ઘરમી બહાર બેઠા હતા ત્યારે દોડી આવીને આખલાએ ઢીંચ મારી,
  • વદ્ધાને ભૂજ અને ત્યાંથી અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા.

ભૂજઃ કચ્છમાં રાપર સહિત તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે, રખડતા ઢોરને લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ભચાઉમાં રખડતા આખલાએ વૃદ્ધાનો ભોગ લીધો છે. શહેરની નવી ભચાઉ વિસ્તારમાં આવેલી 26 બંગલા સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને ત્રણ દિવસ પૂર્વે ઘર બહાર આખલાએ હડફેટે લીધા હતા. આ ઘટનામાં ઇજા પામેલા વૃદ્ધાનું ભુજ બાદ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન  મોત નિપજ્યું હતું. સ્વજનના નિધનથી પરિવારમાં શોક ફેલાયો હતો.

Advertisement

કચ્છમાં દરેક નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ છે. રાપરમાં પણ આખલા હડફેટે લોહાણા સમાજના અગ્રણીનું થોડા દિવસો પહેલા મોત નીપજ્યું હોવાનો બનાવ તાજો છે ત્યાં વાગડમાં વધુ એક માનવ જિંદગી રખડતા ઢોરના કારણે મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. ભચાઉમાં ઘવાયેલા વૃદ્ધાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

આ બનાવની વિગતો એવી હતી કે, ભચાઉમાં 26 બગલો સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા ચંપાબેન વેલજી નિસર ઘરબહારની પાળી પાસે બેઠા હતા તે દરમિયાન આખલાએ શીંગડું મારતા વૃદ્ધા જમીન ઉપર પટકાયા હતા. ત્રણ દિવસ પૂર્વે બનેલા આ બનાવમાં ગંભીર ઈજાઓ થતાં વૃદ્ધાને ભચાઉ, ભુજ, ગાંધીધામ બાદ તેમને તાકીદની સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર છતાં હતભાગી વૃદ્ધાનો જીવ બચી શક્યો ના હતો અને ગત સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દમ તોડી દીધો હતો. ભચાઉમાં આ પહેલા પણ એક વૃદ્ધા ઇજાગ્રસ્ત બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા.આ બીજો બનાવ બનતાં લોકોમાં ભય ફેલાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement