હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતના સાડીના કારખાનામાં જુના કારીગરે બે રાઉન્ડ ફાયર કરી ધમકી આપી

05:10 PM Jun 06, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ શહેરના પુણા ગામમાં આવેલી સાડીના એક કારખાનામાં જુના કારીગરે કોઈ બાબતે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ બન્યો છે. જોકે આ બનાવમાં કોઈને ઈજાઓ થઈ નથી. ફાયરિંગ કર્યા બાદ મોબાઈલ ફોનની લૂંટ કરીને જુનો કારીગર અને તેની સાથે આવેલો શખસ નાસી ગયા હતા. અને જતા જતા રૂપિયા 10 લાખ તૈયાર રાખવાની ધમકી પણ આપી હતી.

Advertisement

શહેરના પૂણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા હતા. આરોપી જતા જતા કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે. આ બનાવની જાણ થતાં પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, સુરતના પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંગ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે. ગઈકાલે તા.5 જૂનના રોજ બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમા મોહમંદ સમીર કમરૂદ્દીન અંસારી, દેવેન્દ્રકુમાર દધીબલપ્રસાદ ભારતી અને રાકેશ સહાની હાજર હતા. આશરે સાડા બારેક વાગ્યે દોઢેક વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો તેની પાસે બંદુક હતી. તે અને તેની સાથે બીજો એક અજાણ્યો શખ્સ હતો તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા. બાદમાં સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે "આપકો ખાતેમે કામ કરને કે લીયે મના કીયા થા. ફીર ભી યહ ખાતે મે કામ કયો કર રહે હો" તેમ ડરાવી ધમકાવી બહાર નહી જાના હૈં તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા. ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા સહિત 10,000થી વધુની લૂંટ કરી "વાપસ કામ કરને આયે તો જાન સે માર દેંગે" ની ધમકી આપીને જતા રહ્યા હતા.

Advertisement

સાડીના કારખાનાના માલિક મદનસિંગ ભાટીએ જણાવ્યું હતું કે, હું માર્કેટમાં હતો અને મારા ખાતામાં બે જેટલા શખ્સો ઘૂસ્યા હતા. જે પૈકી એક મારો જૂનો કારીગર હતો જે દોઢ વર્ષ પહેલા કામ કરતો હતો. આ બંને શખ્સોએ કારીગરોને ધાકધમકી આપી હતી અને અહીં કામ નહીં કરવાનું જણાવ્યું હતું. આ સાથે બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તમારા માલિકને કહી દેજો કે દસ લાખ રૂપિયા તૈયાર રાખે તેવી ધમકી આપીને તેઓ ફરાર થઈ ગયા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar Samacharsaree factorysuratTaja Samachartwo rounds of fireviral news
Advertisement
Next Article