હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

લખતરના મોઢવાણા નજીક હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

04:49 PM Jun 23, 2025 IST | revoi editor
Advertisement

સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે લખતર તાલુકાના મોઢવાણા અને વણા વચ્ચે હાઈવે પર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર અને લોખંડ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રેલરના ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં લકતર નજીક એક પીકવાને વૃદ્ધને અડફેટે લેતા ગંભીરરીતે ધવાયેલા વૃદ્ધને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.

Advertisement

પ્રથન અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લખતર હાઈવે પર મોઢવાણા અને વણા વચ્ચે હાઈવે પર બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર અને લોખંડ ભરેલા ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં મોઢવાણા ગામના લોકો દોડી ગયા હતા અને બંને વાહનોના ચાલકોને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ટ્રેલરના ચાલકને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. રાહદારીઓએ 108ને જાણ કરતાં માલવણની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચાલકને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે હાઈવે બ્લોક થતાં બે કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી. વાહનોને વણાથી લખતર થઈને મોઢવાણા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. લખતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, લખતર હાઈવે પર 64 વર્ષના હિતેન્દ્રભાઇ ડોરિયાને અમદાવાદ તરફથી આવતી પીકઅપ વાને ટક્કર મારી હતી. હિતેન્દ્રભાઈને માથા તેમજ પીઠના ભાગે વધુ ઇજા થતાં લખતર સરકારી દવાખાને પહોંચાડી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે લઈ જવાયા હતા. આંબેડકર યુવા સંગઠનના યુવાનોએ વૃદ્ધને પ્રથમ લખતર બાદમાં સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ, હોસ્પિટલ પહોંચાડી સેવાનો રાહ ચીંધ્યો છે.

Advertisement

 

Advertisement
Tags :
Aajna Samacharaccident between dumper and trailerBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLakhtar HighwayLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article