ભરૂચ-વડોદરા નેશનલ હાઈવે પર એક સાથે 5 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત
- લોકોદરા ગામ ટોલનાકા નજીક બન્યો બનાવ
- આઈસરે કારને ટક્કર મારતા 5 વાહનો એકબાજી સાથે અથડાયા
- હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ભરૂચઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ભરૂચ નજીક લાકોદરા ગામના ટોલ નાકા પાસે એક સાથે 5 વાહનો એક બીજા સાથે અથડાયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નહતી. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભરૂચથી વડોદરા હાઈવે પર લાકોદરા ગામ પાસે ટોલનાકા નજીક એક આઇસર ટેમ્પોએ આગળ જતી કારને ટક્કર મારતાં એક સાથે પાંચ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કરજણ પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસ વાનને પણ અકસ્માત નડ્યો હતો. સદનસીબે એક સાથે પાંચ વાહનોના અકસ્માતમાં કોઇ જાનહાનિ કે ગંભીર ઇજાઓ થઇ ન હતી.
વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પર એક ભયંકર અકસ્માતનો બનાવ બન્યો હતો. એકસાથે 5 વાહનોનો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે હાઈવે પર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. વડોદરા કરજણ નેશનલ હાઈવે પર ભરથાણા ટોલનાકા પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એકસાથે 5 જેટલા વાહનો વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં અમુક વાહનોને ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં પોલીસ વેન પણ ભોગ બની હતી. જોકે જે સમયે અકસ્માત સર્જાયો હતો તે સમયે મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. ભરૂચથી વડોદરા તરફ ટ્રક જઈ રહ્યો હતો તો સમયે ટ્રકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં 5 વાહનોની એકસાથે ટકરાયા હતા
ઉલ્લેખનીય છે કે, ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસ દ્વારા આ અકસ્માતને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે આ અકસ્માતને લઈને હાઈવે પર મોટી સંખ્યામાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.