For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

AMTSનું વર્ષ 2025-26નું બજેટ, બસના ધાર્મિક અને ખાસ વર્ધીના ભાડામાં વધારો સુચવાયો

02:14 PM Jan 14, 2025 IST | revoi editor
amtsનું વર્ષ 2025 26નું બજેટ  બસના ધાર્મિક અને ખાસ વર્ધીના ભાડામાં વધારો સુચવાયો
Advertisement

• ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ બનશે
• એએમટીએસના કાફલામાં નવી 120 બસ ઉમેરાશે
• એએમટીએસનું કુલ દેવું 4620.77 કરોડે પહોંચ્યું

Advertisement

અમદાવાદઃ શહેરજનો માટેની પરિવહન સેવા અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપાર્ટ સર્વિસ (એએમટીએસ)ના ટ્રાન્સપોર્ટ મેનેજરે 2025-26ના વર્ષ માટે રૂ.682 કરોડનું બજેટ રજૂ કર્યું હતુ. નવા બજેટમાં આરટીઓ નજીક એએમટીએસ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બજેટની જોગવાઈ મુજબ 224 નવી બસ ડ્રાઈવર ખર્ચ, ગેસ ખર્ચ સહિત કોન્ટ્રાક્ટરને ચલાવવા અપાશે. ઘુમા ખાતે ઈન્ટીગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવાશે. આ ઉપરાંત આવક વધારવા 800 સ્માર્ટ એસએસ શેલ્ટર તથા 300 મિની શેલ્ટર બનાવાશે. જમાલપુર ખાતે 200 બસની ક્ષમતાનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

એએમટીએસના ટ્રાન્સપોર્ટ મેનેજરે રજુ કરેલા વર્ષ 2025-26ના અંદાજપત્રમાં એએમટીએસના કાફલામાં નવી 120 એસી બસ જોડવામાં જાહેરાત કરવામાં આવી હતી. આમાંથી 113 બસ આ વર્ષે જ જોડવાની વિચારણા છે. આ ઉપરાંત ડેઈલી ટિકિટ પાસ મોબાઈલ એપથી ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. નવરાત્રિ, શ્રાવણ મહિનામાં આવતાં તહેવારો માટે ધાર્મિક પ્રવાસનું ભાડું રૂ.3 હજાર નક્કી કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ ભાડું રૂ.2500 હતું. આ ઉપરાંત અમદાવાદ બહારના ધાર્મિક સ્થળે પ્રવાસ લઈ જવામાં આવે તો બસદીઠ રૂ.5 હજારનો દર નક્કી કરવામાં આવ્યો છે. મહેસાણા ગણપતિ મંદિર કે અડાલજ ખાતેના ત્રિ-મંદિર જવું હોય તો પ્રતિ બસ દીઠ રૂ.5 હજાર લેવામાં આવશે. આમ ધાર્મિક અને ખાસ વર્ધીની બસસેવાના દરમાં વધારો સુચવાયો છે.

Advertisement

ટ્રાન્સપોર્ટ મેનેજરે જણાવ્યું હતું કે, શહેરના આરટીઓ નજીક એએમટીએસ મલ્ટિ ટ્રાન્સપોર્ટ હબ બનાવશે. બજેટની જોગવાઈ મુજબ 224 નવી બસ ડ્રાઈવર ખર્ચ, ગેસ ખર્ચ સહિત કોન્ટ્રાક્ટરને ચલાવવા અપાશે. ઘુમા ખાતે ઈન્ટીગ્રેટેડ મોડલ ટર્મિનસ બનાવાશે. આવક વધારવા 800 સ્માર્ટ એસએસ શેલ્ટર તથા 300 મિની શેલ્ટર બનાવાશે. જમાલપુર ખાતે 200 બસની ક્ષમતાનું ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરાશે. 2025-26ના બજેટની જોગવાઈ અનુસાર બસોના સંચાલન માટે કોન્ટ્રાક્ટરને રૂ.307 કરોડ ચૂકવાશે. ગત વર્ષની સરખામણીએ આ રકમ 22 કરોડ વધારે છે. એએમટીએસે મ્યુનિ. પાસેથી 437 કરોડની લોન લેશે. મ્યુનિ.નું એએમટીએસ પર કુલ લેણું 4620.77 કરોડે પહોંચ્યું છે.

નવરાત્રિ, શ્રાવણ માસ સહિત અન્ય તહેવારોમાં મોટી સંખ્યામાં ધાર્મિક પ્રવાસ કરાવવામાં આવતો હોય છે. અત્યાર સુધી આ બસ માટે રૂ. 2500 જેટલી રકમ ભરવાની થતી હતી તેને બદલે હવે રૂ. 3000 નક્કી કરાઈ છે. તે ઉપરાંત અમદાવાદ બહાર પણ જો ધાર્મિક સ્થળે લઇ જવાય તો પ્રતિ બસ રૂ. 5000નો દર નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે અડાલજ ત્રિ-મંદિર ખાતે દર્શન કરવા જવું હોય કે મહેમદાવાદ ગણપતિ મંદિર ધાર્મિક પ્રવાસ થાય તો રૂ. 5000 પ્રતિ બસ વસૂલવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement