For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમરનાથ યાત્રાઃ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી યાત્રા સ્થગિત કરાઈ

01:36 PM Aug 04, 2025 IST | revoi editor
અમરનાથ યાત્રાઃ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી યાત્રા સ્થગિત કરાઈ
Advertisement

નવી દિલ્હીઃ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું કે, તાજેતરના ભારે વરસાદને કારણે બાલતાલ અને પહેલગામ રૂટ પર સમારકામ અને જાળવણીનું કામ જરૂરી બન્યું છે. તેમણે કહ્યું, આ રૂટ પર કામદારો અને મશીનોની સતત તૈનાતીને કારણે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે ત્રણ જુલાઈએ યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ચાર લાખ 14 હજારથી વધુ યાત્રાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે.

Advertisement

જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલી પવિત્ર અમરનાથ યાત્રા ખરાબ હવામાનના લીધે એક સપ્તાહ વહેલી પૂર્ણ કરવામાં આવી છે. આ યાત્રા 9 ઓગસ્ટ રક્ષાબંધનના રોજ પૂર્ણ થવાની હતી. આ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસ પૂર્વે જ અમરનાથ યાત્રાને કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવી હતી. જયારે 4. 10 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા છે.

આ અંગે કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજય કુમાર બિધુરીએ જણાવ્યું છે કે હાલમાં થયેલા ભારે વરસાદના પગલે બે બેઝ કેમ્પોથી આગળ જવાનો રસ્તો ખરાબ થયો છે. તેમજ આ રસ્તો શ્રદ્ધાળુ માટે સુરક્ષિત નથી. તેમજ ખરાબ રોડ પર તાત્કાલિક સમાર કામ શકય નથી. જેના પગલે આ યાત્રાને વહેલી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement