For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 2.82 કરોડ ઘરોનું નિર્માણ

11:16 AM Sep 25, 2025 IST | revoi editor
દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2 82 કરોડ ઘરોનું નિર્માણ
Advertisement

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ બે કરોડ 82 લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં ‘બધા માટે ઘર’ પૂરું પાડવા માટે આ યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી.

Advertisement

આ યોજનાથી પાત્ર ગ્રામીણ પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે પાકા ઘરોના નિર્માણમાં પણ મદદ મળી. આ યોજનાએ ગરીબી ઘટાડીને, જીવનધોરણમાં વધારો કરીને અને સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીને ગ્રામીણ આવાસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે.
આ વર્ષે ઓગસ્ટ સુધીમાં, ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ ચાર કરોડ 12 લાખનું લક્ષ્ય ફાળવવામાં આવ્યું છે. જેમાંથી 3 કરોડ 85 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે, અને 2 કરોડ 82 લાખથી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement