હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદથી ત્રિવેન્દ્રમ, કોલકાતા સહિત 4 શહેરોમાં જવા હવે સીધી ફ્લાઈટ મળશે

06:01 PM Dec 10, 2024 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક અને ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે વિવિધ શહેરો માટે સીધી ફ્લાઈટ્સની સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે અમદાવાદથી કોચિન, ત્રિવેન્દ્રમ, કોલકાતા અને ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા આજથી સીધી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદથી કોલકાતા જવા માટે એક ફ્લાઈટ કાર્યરત જ હતી, હવે સાંજના સમયે બીજી ફ્લાઈટ પણ ઉડાન ભરશે.

Advertisement

શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિયો એરલાયન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ- ત્રિવેન્દ્રમ અને કોચિન, અમદાવાદ ગુવાહાટી અને અમદાવાદ કોલકાતાની સીધી ફ્લાઈટ શરૂ કરતા પ્રવાસીઓને લાભ મળશે. અમદાવાદથી કોલકાતા જવા માટે ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા હાલ એક ફ્લાઈટ ચાલી જ રહી છે, પરંતુ પ્રવાસી ટ્રાફિકના ઘસાતાને લીધે એરલાઈન્સ દ્વારા વધુ એક ફ્લાઈટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

ઈન્ડિગો એર લાઈન્સના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ફરશે, જે અમદાવાદથી દર સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારે સાંજે 4:25 કલાકે ઉડાન ભરશે અને સાંજે 7:05 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે. ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35 કલાકે ઉડાન ભરશે, જે અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચશે. જ્યારે અમદાવાદથી કોચિન ફ્લાઇટ સપ્તાહમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ઉડાન ભરશે,  જે અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 4:25 કલાકે ઉપડીને સાંજે 6:45 કલાકે કોચિન પહોંચાડશે. કોચિનથી અમદાવાદ આવવા માટે એ જ દિવસે સાંજે 7:15 કલાકે કોચિનથી ઉડાન ભરશે અને રાત્રે 9:50 કલાકે અમદાવાદ પહોંચશે. અમદાવાદથી ગુવાહાટી જવા માટે ઈન્ડિગોની ડેઈલી ફ્લાઈટ મળશે, જે અમદાવાદથી સવારે 8:30 કલાકે ઉડાન ફરશે અને સવારે 11:15 કલાકે ગુવાહાટી પહોંચશે. ગુવાહાટીથી અમદાવાદ આવવા માટે સાંજે 4:55 કલાકે ઉડાન ભરશે અને રાત્રે 8:35 કલાકે અમદાવાદ પહોંચશે. તેમજ કોલકાતા જવા માટે હવે અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 9:20 કલાકે ફ્લાઈટ ઉડાન ભરશે, જે રાત્રે 11:45 કલાકે કોલકાતા પહોંચાડશે. કોલકાતાથી અમદાવાદ આવવા માટે બપોરે 12:50 કલાકે ઉડાન ભરશે, જે બપોરે 3:45 કલાકે અમદાવાદ પહોંચાડશે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharahmedabad airportBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKolkata direct flightLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja SamacharTrivandrumviral news
Advertisement
Next Article