For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદથી ભોપાલ જતી લકઝરી બસનો ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત, 11 પ્રવાસીઓને ઈજા

03:26 PM Dec 24, 2024 IST | revoi editor
અમદાવાદથી ભોપાલ જતી લકઝરી બસનો ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત  11 પ્રવાસીઓને ઈજા
Advertisement
  • ટ્રેલરના ચાલકે બ્રેક મારતા પાછળ પૂર ઝડપે આવેલી લકઝરી બસ અથડાઈ,
  • ગોધરા ફાયરબ્રિગેડે બસમાંથી પ્રવાસીનું રેસ્ક્યુ કર્યું,
  • બસના ચાલકને અમદાવાદ સિવિલમાં ખસેડાયો

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. વધુ એક અકસ્માતનો બનાવ ગોધરા નજીક ભથવાડા ટોલનાકાં નજીક બન્યો હતો. અમદાવાદથી ભોપાલ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રેલર પાછળ અથડાતા  લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા 25માંથી 11 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે લકઝરી બસના ચાલકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Advertisement

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, આજરોજ વહેલી પરોઢે સંતરોડ નજીકમાં આવેલા ભથવાડા ટોલનાકા પાસે અમદાવાદથી ભોપાલ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ અને એક ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સહિત કાફલો દોડી ગયો હતો. અને ત્યારબાદ ફાયરબ્રિગેડ ગોધરાને જાણ કરવામાં આવી હતી. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને લકઝરી બસમાં  ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યૂ કરી તાત્કાલિક બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 11 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડ્રાઇવરની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોધરા નજીક હાઈવે પર ભથવાડા ટોલનાકા પાસે ટ્રાવેલ્સની લકઝરી બસ આગળ ચાલી રહેલા ટ્રેલરચાલકે બ્રેક મારતા લકઝરી બસ ધડાકાભેર સાથે ટ્રેલર સાથે અથડાઈ ગઈ હતી. જેમાં લકઝરી બસના આગળના ભાગના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા. એ દરમિયાન ઓફ ડ્યૂટીમાં દાહોદ ગયેલા ફાયર બ્રિગેડના ક્રિષ્ના સોલંકી, રિસી ગુર્જર અને રાજ રાઠવાને ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત થયાની જાણ થઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક પહોંચી ટ્રાવેલ્સમાં ફસાયેલા 25થી વધુ મુસાફરોનું રેસ્ક્યૂ કરી તાત્કાલિક 108 એમ્બુલન્સ મારફતે 11 જેટલા મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે ડ્રાઇવરની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement