For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ઝેરી પ્રદૂષણમાં દિલ્હીની સમકક્ષ અમદાવાદ, AQI 240ને પાર, શ્વાસના દર્દીઓમાં થયો વધારો

04:10 PM Nov 21, 2025 IST | Vinayak Barot
ઝેરી પ્રદૂષણમાં દિલ્હીની સમકક્ષ અમદાવાદ  aqi 240ને પાર  શ્વાસના દર્દીઓમાં થયો વધારો
Advertisement
  • શિયાળામાં ઠંડીની સાથે હવામાં પ્રદૂષણની માત્રામાં ચિંતાજનક વધારો,
  • અમદાવાદ બાદ વડોદરામાં પણ AQI 220ને પાર થયો,
  • અમદાવાદમાં છેલ્લાં પાંચ વર્ષનો હવામાં પ્રદૂષણનો રેકોર્ડ તૂટ્યો

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સંખ્યા વધતા તેમજ ઉદ્યોગોને લીધે પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં AQI 240ને પાર કરી જતા શહેરમાં શ્વાસના દર્દીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં વહેલી સવારે અને સાંજના સમયે વ્યાપક પ્રદૂષણને લીધે ધૂમ્મસ જેવુ વાતાવરણ સર્જાય છે. અને વધતા જતા પ્રદૂષણને લીધે અમદાવાદ શહેર હવે દિલ્હીની સમકક્ષ આવી રહ્યુ છે. ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. જોકે અમદાવાદ - વડોદરાની સરખામણીએ સુરતમાં AQIનો સ્તર ઓછો નોંધાયો છે. જ્યારે રાજકાટમાં AQI 150ને વટાવી ગયો છે.

Advertisement

ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 200ને પાર થતાં હવા ઝેરી બની છે, જે ગુણવત્તાને 'ખરાબ' શ્રેણીમાં મૂકે છે. મુખ્ય શહેરોમાં અમદાવાદમાં AQI 240 અને વડોદરામાં AQI 220 નોંધાયો છે, જે લોકોનાં સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. પ્રદૂષણના ઊંચા સ્તરને જોતાં નાગરિકોને બીમારીઓથી બચવા માટે માસ્ક પહેરવાની અને ખાસ કરીને હવામાં પ્રદૂષણ વધુ હોય એવા સમયગાળા, જેમ કે વહેલી સવારે અને રાત્રે બહાર જવાનું ટાળવું જોઈએ.

અમદાવાદમાં શિયાળાની ઠંડીની શરૂઆત સાથે જ હવામાનમાં પ્રદૂષણનો સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શહેરમાં વહેલી સવારે AQI 240 નોંધાયો હતો, જે સેવિયર કન્ડિશનમાં પહોંચી ગયો હતો. દિવાળી બાદ છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં AQI 200થી વધુ નોંધાતાં શહેરની હવાની ગુણવત્તા ઘટતી જોવા મળી છે, જોકે ઓક્ટોબર મહિનામાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને દિવાળી બાદના દિવસોમાં AQIમાં તેજ વધારો જોવા મળ્યો હતો. નવેમ્બર 2025માં AQIની વાત કરીએ  તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગુજરાતનાં મહાનગરોમાં નવેમ્બર મહિનામાં AQIમાં કેટલો વધારો થયો છે અને અનહેલ્થી સ્તરે પહોંચેલા આ સ્તરને કારણે શ્વાસને લગતી બિમારીઓમાં વધારો થયો છે.

Advertisement

વદોડરા શહેરમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થઈ રહ્યો છે, જે હવામાં પ્રદૂષણના સ્તરનો વધારો દર્શાવે છે. 21 નવેમ્બરે સૌથી વધુ 220 AQI નોંધાયો હતો. જોકે સુરતમાં અમદાવાદ અને વડોદરાની સરખામણીએ AQIનો સ્તર ઓછો છે, જોકે 21 નવેમ્બરે સુરતમાં સવારે AQI 206એ પહોંચ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ છેલ્લા અઠવાડિયા દરમિયાન 150ને પાર AQI પહોંચ્યો છે. 21 નવેમ્બરે રાજકોટમાં સૌથી વધુ 204 AQI નોંધાયો હતો, જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ છે.

Advertisement
Tags :
Advertisement