For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જામનગરમાં રિલાયન્સના મહેમાન બન્યા ડોનાલ્ડ ટ્રમ્પના પૂત્ર અને તેની ગર્લફ્રેન્ડ

04:07 PM Nov 21, 2025 IST | Vinayak Barot
જામનગરમાં રિલાયન્સના મહેમાન બન્યા ડોનાલ્ડ ટ્રમ્પના પૂત્ર અને તેની ગર્લફ્રેન્ડ
Advertisement
  • ગણપતિ મંદિરમાં દર્શન કર્યા બાદ જુનિયર ટ્રમ્પે વનતારાની મુલાકાત લીધી,
  • રાધિકા અને અનંત અંબાણી સાથે ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યાં,
  • વનતારામાં જુનિયર ટ્રપએ પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું

જામનગરઃ શહેર નજીક આવેલી રિલાયન્સ રિફાયનરી અને વનતારાની મુલાકાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેની ગર્લફ્રેન્ડ આવી પહોંચ્યા હતા. જુનિયર ટ્રમ્પ અને તેની ગર્લ ફ્રેન્ડ સાંજે જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારબાદ VVIP સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ દ્વારા સંચાલિત 'વનતારા' પ્રોજેક્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં બન્નેનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જુનિયર ટ્રમ્પ અને તેની ગર્લ ફ્રેન્ડએ વનતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણપતિ મંદિરમાં દર્શન કર્યા હતા અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા.

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણને લીધે જામનગર પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત શહેર માટે એક વિશેષ પ્રસંગ બની રહી હતી. . ત્યારબાદ VVIP સુરક્ષા બંદોબસ્ત સાથે રિલાયન્સ દ્વારા સંચાલિત 'વનતારા' પ્રોજેક્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં બન્નેનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ,  રાધિકા અને અનંત અંબાણી સાથે ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ ગરબે ઘૂમ્યા હતા. રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મારૂ મન મોર બની થનગાટ કરે સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા. વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું. અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું. આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી.

વનતારાની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પે ત્યાં આવેલા મંદિરોની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગણપતિ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજા-અર્ચના કરી શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ ભારતીય પરંપરા, આતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે આ અનુભવને અનોખો અને યાદગાર ગણાવ્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જામનગર આવ્યાં તે પહેલા પહેલીવાર તાજમહેલની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ડાયના બેન્ચ પર તેમની ગર્લફ્રેન્ડ સાથે ફોટો પડાવ્યો હતો. તેમજ મુઘલ સમ્રાટ શાહજહાં અને તેમની પત્ની મુમતાઝ મહેલની કબરની પણ મુલાકાત લીધી. તેમણે તાજમહેલ સંકુલમાં લગભગ 45 મિનિટ વિતાવી હતી. તેમની ગર્લફ્રેન્ડ લાલ રંગના પશ્ચિમી ડ્રેસમાં જોવા મળી, જ્યારે ટ્રમ્પ જુનિયર સફેદ પોશાકમાં જોવા મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement