હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક 26 કરોડ થઈ

05:07 PM Apr 01, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ શહેરમાં બાકી પ્રોપર્ટીની વસુલાત માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં કોર્મશિયલ પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સિલિંગ ઝૂંબેશ પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મ્યનિ. દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સઘારકો માટે વ્યાજ માફીની યોજના પણ અમલમાં મુકી હતી. તેને સારોએવો પ્રતિસાદ મળ્યો છે. નાણાકીય વર્ષના છેલ્લા દિવસ સુધી એટલે કે, 31 માર્ચની સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની રુપિયા 2256.31 કરોડ આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ 108749 કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને રુપિયા 54.55 કરોડનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે રુપિયા 26 કરોડથી વધુ આવક થઈ હતી. જે.ગત વર્ષ કરતા 103.56 કરોડ આવક વધુ થઈ છે.

Advertisement

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 31મી માર્ચ સુધીમાં પ્રોપર્ટી ટેકસ ઉપરાંત પ્રોફેશન અને વ્હીકલ ટેકસ એમ તમામ ટેકસની 2256.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. વ્યાજમાફી સ્કીમનો કુલ 1,08,749 કરદાતાઓએ લાભ લેતા આ કરદાતાઓને 54.55 કરોડ રૂપિયાનું વ્યાજ માફ અપાયુ હતુ.એક દિવસમાં મ્યુનિ.તંત્રને પ્રોપર્ટી ટેકસ પેટે 26 કરોડથી વધુની આવક થઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 14 થી 31 માર્ચ સુધી વર્ષ-2024 પહેલાનો બાકી પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓ માટે રહેણાંક મિલકત માટે વ્યાજમાં 100 તથા કોમર્શિયલ મિલક્ત માટે વ્યાજમાં 75 ટકા વ્યાજ માફી સ્કીમ જાહેર કરાઈ હતી. આ સ્કીમ દરમિયાન તંત્રને રૂપિયા 174.92 કરોડની આવક 31 માર્ચની સાંજ સુધીમાં થઈ હતી. આ વર્ષે બાકી પ્રોપર્ટી ટેકસની વસૂલાત માટે 3,09,307 મિલકત સીલ કરાઈ હતી. 628 મિલકત માટે રેવન્યુ રેકર્ડ ઉપર બોજો નોંધાવવામાં આવ્યો હતો.

એએમસીના સૂત્રોના જમાવ્યા મુજબ ચાલુ વર્ષે 1730.31 કરોડ રૂપિયાની ડિમાન્ડ સામે 1390.49 કરોડ રૂપિયા જેટલી ટેક્સની રકમનો ટેક્સ ભરાતા કરન્ટ ડિમાન્ડના 80.36 ટકા જેટલી આવક થવા પામી હતી. પ્રોફેશન ટેકસની આવકમાં ગત વર્ષ કરતાં 32.50 કરોડ રૂપિયાનો વધારો થયો છે. વ્હીકલ ટેક્સની આવકમાં ગત વર્ષ કરતા 8 કરોડ રૂપિયાનો વધારો થયો છે. ગત વર્ષે મ્યુનિ.તંત્રને તમામ ટેકસની રૂપિયા 2152.82 કરોડ રૂપિયા આવક થઈ હતી.

Advertisement

Advertisement
Tags :
Aajna SamacharamcBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsproperty tax revenue 26 crores in a single daySamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article