For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદઃ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા “SATYA SAMADHAN 2025” યોજાઈ

01:05 PM Jan 11, 2025 IST | revoi editor
અમદાવાદઃ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા “satya samadhan 2025” યોજાઈ
Advertisement

અમદાવાદઃ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી - ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ એન્ડ સાયબર સિક્યુરિટી (NSIT-IFSCS), જેતલપુર અમદાવાદ, NFSU ગાંધીનગર સાથેની  સંલગ્ન ધરાવતી એક માત્ર સંસ્થા દ્વારા પ્રથમ મોક ક્રાઇમ સીન અને મૂટ કોર્ટ સ્પર્ધા “SATYA SAMADHAN 2025” NSIT-IFSCS જેતલપુર કેમ્પસ ખાતે યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી નધણી કરાવેલી 25 પૈકી ૨૨ ટીમોએ સ્પર્ધા માં ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા કરેલ ઇન્વેસ્ટિગેશન નું મૂલ્યાંકન કરવા ત્રણ જજોની પેનલ જેમ કે શેરલોક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન્સિક સાયન્સ, નવી દિલ્હીના ડૉ. રણજીત સિંહ, ડૉ. સુરભી માથુર એસોસિયેટ પ્રોફેસર NFSU, ગાંધીનગર અને સુશ્રી નિકિતા ઓપલ, એક પ્રખ્યાત કોર્પોરેટ વકીલ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

આ સ્પર્ધા વિદ્યાર્થીઓને નવા ફોજદારી કાયદાની જોગવાઈ, ક્રાઈમ સીન મેનેજમેન્ટના SOPs અને કાયદાની અદાલતમાં પુરાવાઓની રજૂઆત મુજબ ક્રાઈમ સીન મેનેજમેન્ટને સમજવાની મંજૂરી આપે છે. ઉદ્ઘાટન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી નિરજ કુમાર બડગુજર, IPS અધિક પોલીસ કમિશનર, અમદાવાદન,  પૂજનિયા શ્રી પી.પી. સ્વામીજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી , NSIT નાં ઉપ-પ્રમુખ પ્રો. ધર્મેશ વંડરા તથા અન્ય સભ્યો ની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન NSIT-IFSCS અને SIFS તથા ઈન્ડિયા ન્યૂસચેનલ સાથે MoUs પણ કરવામાંઆવ્યા.

Advertisement

સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલી NFSU ની ટીમે ફોરેન્સિક ફાઈટર એ બાંધકામનાં સ્થળે હત્યા નાં ક્રાઈમ  સીનની સફળતપાસકરી હતી અને બીજા ક્રમે આવેલી કર્ણાવતી યુનિવર્સીટી ની ટીમ હિબાસસ્કોર્પાસ એ કાળા જાદુથી થયેલ હત્યાની સફળ તપાસ કરી હતી. તેમને અનુક્રમે રુ. ૨૦૦૦૦ અને રુ. ૧૫૦૦૦ નું ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમાપન સમારોહ માંજ્યુરી મેંમ્બર, કેમ્પસડાયરેક્ટર સંજયશર્મા, આચાર્ય ડૉ. નિકુંજ બ્રહ્મભટ્ટ, ડાયરેક્ટર કન્સલ્ટન્સી રવિકુમાર એ વિજેતાઓ ને પુરષ્કારથી સન્માનિત કર્યા હતા.  

Advertisement
Tags :
Advertisement