For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારોના લાયસન્સ રેકેટનું અમદાવાદ કનેક્શન

05:29 PM Apr 04, 2025 IST | revoi editor
મણિપુર  નાગાલેન્ડ અને મિઝોરમમાંથી હથિયારોના લાયસન્સ રેકેટનું અમદાવાદ કનેક્શન
Advertisement
  • આરોપીઓ ભાડા કરાર રજુ કરીને ગનના લાયસન્સ મેળવી આપતા હતા
  • અમદાવાદમાં ભાગેડુ મુકેશ ભરવાડ 3 વર્ષથી રેકેટ ચલાવતો હતો
  • આરોપીઓ 10 લાખમાં ઘેરબેઠા જ બંદુકનું લાયસન્સ મેળવી આપતા હતા

અમદાવાદઃ તાજેતરમાં સુરેન્દ્રનગરમાંથી નાગાલેન્ડ, મણિપુર અને મઝોરમ સહિત રાજ્યોમાંથી ભાડા કરારના આધારે હશિયારોના લાયસન્સ મેળવવાના રેકેટનો પોલીસે પડદાફાશ કર્યો હતો. પોલીસે  17 શખસ સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી, આ કેસમાં પોલીસે કેટલાક હથિયારો પણ કબજે કર્યા છે, આ કેસનો રેલો અમદાવાદ પહોંચ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં પિસ્તોલ સાથે પકડેલા ભરત ભરવાડની તપાસમાં અમદાવાદમાં 3 વર્ષથી આ રેકેટ ચાલતું હોવાનું ખૂલ્યું છે. નાના ચિલોડામાં રહેતો મુકેશ ભરવાડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું કહેવાય છે. રૂ.7 લાખમાં ભાડાકરાર પર ભરત ભરવાડને હથિયારનું ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ આપ્યું હતું. અમદાવાદનો મુકેશ ભરવાડ 10થી 15 લાખમાં બંદૂકનું લાઈસન્સ વેચતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મુકેશ ભરવાડ હાલમાં ફરાર છે, જ્યારે હરિયાણાના શૌકતે અત્યાર સુધીમાં અમદાવાદ સહિતના શહેરોમાં 40થી વધુ લોકોને ભાડાકરાર પર લાઇસન્સ કઢાવી આપ્યાં હતા. ક્રાઇમ બ્રાન્ચે ઘાટલોડિયામાં લક્ષ્મણગઢના ટેકરા પાસે રહેતા ભરત ભરવાડને કાર સાથે ઝડપી લેતા તેની કારમાંથી પરમિટની ગેરકાયદે પિસ્તોલ મળી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, ભરત ભરવાડે 2022માં નાના ચિલોડામાં રહેતા મુકેશ ભરવાડને હથિયારનું લાઇસન્સ લેવાની વાત કરતા, તેણે રૂ.7 લાખમાં મણિપુરથી ઓલ ઇન્ડિયા પરમિટ લાઇસન્સ કઢાવી આપવાનું કહી, મણિપુરમાં રહેતા હોવાના ભાડાકરારની વાત કરી હતી. ક્યારેય મણિપુર નહીં ગયેલા આરોપી ભરત ભરવાડે પોતે મણિપુરમાં રહેતો હોવાનો ભાડાકરાર અમદાવાદમાં કરાવી પોતે મણિપુરમાં શાકભાજીની લારી ચલાવે છે. મણિપુરમાં નકસલવાદીનો ત્રાસ હોવાથી સ્વરક્ષણ માટે લાઇસન્સ કઢાવવાનું લખી આપ્યું હતું. મુકેશ ભરવાડે હરિયાણાના સાગરિત સાથે મળી હથિયારનું લાઈસન્સ કઢાવી આપ્યું હતું. ત્યારબાદ ભરત ભરવાડે 25 હજારમાં તમંચો ખરીદ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તપાસ આદરી ગેરકાયદે હથિયારના પરવાના અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી છે. પરવાનાની ચકાસણી માટે મણિપુર પત્ર વ્યવહાર કર્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગુનાઈત ઈતિહાસવાળા આરોપી ભરત ભરવાડ સામે નારણપુર પોલીસમાં રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે.  ભાડા કરારના આધારે ગેરકાયદે મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું હથિયારનું લાઇસન્સ મુકેશ ભરવાડ અને શૌકત મેળવી આપતા હતા. અને રૂ.10 લાખથી 15 લાખમાં સોદો કરતા હતા.. 3 વર્ષમાં આ આરોપીઓએ 40થી વધુ લોકોને મણિપુર, નાગાલેન્ડ કે મિઝોરમમાં લઇ ગયા વગર ભાડાકરાર કરી હથિયારનો પરવાનો આપ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement