For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદઃ શહેરમાં ગંદકી કરનારનો ફોટો પાડીને મોકલનારને મનપા ગીફ્ટ વાઉચર અપાશે

12:20 PM Mar 17, 2025 IST | revoi editor
અમદાવાદઃ શહેરમાં ગંદકી કરનારનો ફોટો પાડીને મોકલનારને મનપા ગીફ્ટ વાઉચર અપાશે
Advertisement

ગાંધીનગરઃ અમદાવાદને સ્વચ્છ રાખવા કોર્પોરેશને વિવિધ યોજનાઓ લાગુ કરી છે. જેને જનતા જનાર્દનનો બહોળા ફલકમાં સહયોગ મળી રહ્યો છે. હવે કોર્પોરેશન, સ્વચ્છ અમદાવાદ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરશે. જે માટે અમદાવાદ કેમ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. 

Advertisement

જાગૃત નાગરિક આ એપની મદદથી, કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેકશે પાન મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે તો તે વાહન નંબરની મદદથી કોર્પોરેશન તેમના ઘરે નોટિસ મોકલીને દંડ વસુલશે. તેમજ ફોટો અપલોડ કરનારને ગિફ્ટ વાઉચર ભેટમાં આપશે. આ એપ્લીકેશનમાં ટ્રાફિક, પાર્કિંગ, રોંગ સાઇડમાં આવતા વાહન ગંદકી, કચરો સહિતના મુદ્દાઓને આવરી લેવાયા છે. લોકો જ્યાંથી ફોટો લેશે તેમાં Geo Tagging થી ઓટોમેટિક જ લોકેશન આવશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement