For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત વિકાસ પરિષદ, બોપલ શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

06:38 PM Apr 27, 2025 IST | revoi editor
ભારત વિકાસ પરિષદ  બોપલ શાખાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Advertisement

અમદાવાદઃ ભારત વિકાસ પરિષદ, બોપલ શાખાની 11 મી વાર્ષિક સાધારણ સભા અમદાવાદના સેન્ટ્રલ બોપલમાં યોજવામાં આવી હતી. આ 11 મી વાર્ષિક સાધારણ સભા માં શાખાના સભાસદો પરિવારજનો સાથે કુલ 150 થી વધારે સંખ્યા માં ઉપસ્થિત હતા. આ 11 મી વાર્ષિક સાધારણ સભા માં મુખ્ય મહેમાન ગુજરાત મધ્ય પ્રાંત ના પ્રમુખ પ્રકાશભાઈ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આમંત્રિત મહેમાન તરીકે સાયન્સ સિટી, જોધપુર, સેટેલાઈટ અને પાલડી શાખા ના હોદેદારો એ ઉપસ્થિત રહી ને શોભા વૃદ્ધિ કરી હતી. સચિવ રાજેશસિંહ પ્રજાપતિ એ કાર્યક્રમ નું સંચાલન કરતા, પ્રમુખ પ્રવિણભાઇ રાખોલીયા, પ્રાંત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ કસવાળા અને વર્ષ ૨૦૨૪/૨૫ ની કારોબારી સમિતિ ની સાથે દીપ પ્રજ્વલન કર્યું હતું. ત્યારબાદ મહિલા સમિતિ દ્વારા તમામ ઉપસ્થિત સભ્યો સાથે વંદેમાતરમ્ ગાન ગાઈ ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પહેલગામ અને ફૂલવામાં જેવા હુમલા માં, અને દેશ ના અલગ અલગ યુદ્ધો માં શહીદ થયેલ વીરો માટે ૨ મિનિટ નું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Advertisement

 મંત્રી રાજેશસિંહ પ્રજાપતિ એ બોપલ શાખા દ્વારા વર્ષ ૨૦૨૪/૨૫ દરમિયાન કરવામાં આવેલ કામગીરી ના કાર્યો નો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યાર બાદ ખજાનચી કિશોરકુમાર ચંચલાની એ બોપલ શાખા ના વર્ષ ૨૦૨૪/૨૫ હિસાબો, તેમજ આવક જાવક નું સરવૈયું રજૂ કરી સર્વ સંમતિ થી સ્વીકૃત કરાવ્યા હતા. ત્યારબાદ બોપલ શાખા ના પૂર્વ અધિકારી અને હાલ ના કારોબારી સદસ્ય કમલકાંત રૂપારેલિયા, ધર્મેન્દ્રભાઈ ભાઈ પરમાર, વિનોદભાઈ પટેલ, રાજેશસિંહ પ્રજાપતિ, કિશોર કુમાર ચંચલાની નું તેમણે આપેલ સેવાઓ માટે બોપલ શાખા ના પૂર્વ અધિકારીઓ દ્વારા સન્માન કરી ને મોમેન્ટો આપવામાં આવ્યા હતા.

Advertisement

પ્રમુખ પ્રવીણભાઈએ અતિથી વિશેષ પધારેલ ગુજરાત મધ્ય પ્રાંત પ્રમુખ પ્રકાશભાઈ કસવાળા નું મોમેન્ટો આપી બહુમાન કર્યું હતું. ત્યારબાદ પ્રકાશભાઈ કસવાળા એ ભારત વિકાસ પરિષદ અને તેમના અલગ અલગ પ્રકલ્પો અને નવી કાર્યપ્રણાલી વિષે માહિતગાર કર્યા હતા, તેમજ ભારત વિકાસ પરિષદ, બોપલ શાખા ની વર્ષ ૨૦૨૫-૨૬ ની નવી કારોબારી સમિતિની તેમજ નવી પ્રણાલિ મુજબ ગતિવિધિ સંયોજક અને સહસંયોજક ની જાહેરાત કરી દરેક કારોબારી સભ્યો ને સોગંધ લેવડાવ્યા હતા.

ત્યારબાદ નવ નિયુક્ત પ્રમુખ  પ્રવીણ ભાઈ રાખોલીયા એ હાજર રહેલા તમામ સદસ્યો નું અભિવાદન કરી ને સભ્ય સંખ્યા વધારી, તમામ ગતિવિધિ માં સભ્યો નું સમર્પણ વાળું સમર્થન માંગી, આગામી સમય ના પ્રયોજન વિશે જણાવ્યું હતું. ત્યારબાદ નવ નિયુક્ત સેક્રેટરી નીરવભાઈ ભટ્ટ એ હાજર રહેલા તમામ સદસ્યો નું અભિવાદન કરી ને આગામી સમય ના પ્રયોજન વિશે જણાવ્યું હતું. ત્યારબાદ બોપલ શાખા ના નવ નિયુક્ત થયેલા ઓફિસ બેરર્સ દ્વારા 70 સભ્યો ના ફાળા નો ચેક તેમજ એફ્લીશન ફી નો ચેક ગુજરાત મધ્ય પ્રાંત ના મુખ્ય પ્રકાશભાઈ કસવાળા ને એનાયત કર્યો હતો.

પૂર્વ સચિવ રાજેશસિંહ પ્રજાપતિ એ આમંત્રિત મહેમાન, મુખ્ય અતિથી, તેમજ હાજર રહેલા તમામ સભ્યો નો આભાર વ્યક્ત કરી ને આભાર દર્શન કર્યા હતા અને સાથે સાથે ભારત વિકાસ પરિષદ ની એપ્લિકેશન વિશે જાણકારી આપી, BVP એપ્લિકેશન ડાઉનલોડ કરાવડાવી હતી, તેમજ તમામ સભ્યો ને નવી કારોબારી સમિતિ ને બમણો સાથ સહકાર આપી ને બોપલ શાખા ની વધુ પ્રગતિ માટે સૌને સક્રિય કરવાની વિનંતી કરી હતી.

Advertisement
Tags :
Advertisement