For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સાંસદની ફરિયાદ બાદ રેશનિગના સડેલા અનાજની તપાસ માટે ગાંધીનગરથી ટીમ ત્રાટકી

06:18 PM Nov 19, 2024 IST | revoi editor
સાંસદની ફરિયાદ બાદ રેશનિગના સડેલા અનાજની તપાસ માટે ગાંધીનગરથી ટીમ ત્રાટકી
Advertisement
  • સાંસદ મોકરિયાએ સડેલા અનાજ અંગે કલેકટરને ફરિયાદ કરી હતી,
  • રેશનિંગની દુકાનોમાં સઘન તપાસ, સડેલા અનાજના નમૂના લેવાયા,
  • પુરવઠાના ગોદામમાંથી સડેલા અનાજનું વિતરણ થાય છે

રાજકોટઃ તાજેતરમાં જિલ્લા કલેકટર સાથેની બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ રેશનિંગની દુકાનોમાં સડેલુ અને હલકી કક્ષાનું અનાજ વિતરણ થઈ રહ્યુ હોવાની ફરિયાદ કરીને સડેલા અનાજના નમુના પણ આપવામાં આવ્યા હતા. આથી ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમ રાજકોટ દોડી આવી હતી. અને શહેરભરની રેશનિગની દુકાનોમાં અનાજની તપાસ કરી હતી, સડેલા અનાજનો જથ્થો પુરવઠાના ગોદામમાંથી જ આવ્યો હોવાની માહિતી મળી છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના રજુ કરતા જ પૂરવઠાતંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યુ છે. આ પ્રકરણની તપાસ માટે  ગાંધીનગરથી પૂરવઠા ખાતાની ટીમ રાજકોટ દોડી આવી હતી અને સડેલું અનાજ કયાંથી આવ્યુ તેની તપાસ શરૂ કરી હતી. પૂરવઠા વિભાગની ટીમે જિલ્લા પૂરવઠા અધિકારી સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શહેરની સસ્તા અનાજની દૂકાનોમાં ચેકિંગ શરૂ કર્યુ છે. જો કે, આ સડેલુ અનાજ ગોડાઉનમાંથી જ આવ્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતુ.

ગાંધીનગરથી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિર્મલ પટેલ સહિત અધિકારીની ટીમો રાજકોટમાં ધામા નાખ્યા હતા. રાજકોટ પુરવઠા અધિકારી સાથે બેઠક કર્યા બાદ રાજકોટ શહેરની 185 જેટલી દુકાનોનું લિસ્ટ લઇ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી શહેરના અલગ-અલગ સસ્તા અનાજની દુકાનોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ દુકાનોમાંથી અનાજના નમુના પણ લેવામાં આવ્યા હતા. ભગવતીપરાની છ દુકાનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

Advertisement

પૂરવઠા વિભાગના અધિકૃત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્ય સરકાર દ્વારા રેશનિગના અનાજના જથ્થાને વિતરણ પહેલા ગાંધીનગર ખાતે લેબોટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ જ ગોડાઉનમાં જથ્થો સ્ટોર કરવામાં આવે છે. ગોડાઉનમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા જથ્થાની તપાસ હાથ ધરવામાં આવે છે. અને ત્યારબાદ જ દુકાનદારોને જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. જથ્થો શંકાસ્પદ દેખાય તો ગાંધીનગરથી રિજકેટ કરવામાં આવે છે. પરંતુ નબળી ગુણવત્તાનો જથ્થો ક્યાંથી આવ્યો છે? તે તપાસનો વિષય છે. પૂરવઠાની ટીમ પણ તપાસ કરી રહી છે.

Advertisement
Tags :
Advertisement