યુદ્ધવિરામના નિર્ણય બાદ પીએમ આવાસ ખાતે હાઈલેવલની બેઠક યોજાઈ, આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિઝફાયર બાદ વડાપ્રધાન આવાસ ખાતે આજે હાઈલેવલની બેઠક મળી હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ત્રણેય સેનાના વડા, એનએસજી અજીત ડોભાલ અને સીડીએસ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સરહદની પરિસ્થિતિને લઈને તથા આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે સિઝફાયર કરવામાં આવ્યું હતું. જો કે, સિઝફાયરના નિર્ણય બાદ પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર હરકત કરવામાં આવી હતી. જો કે, ભારતીય સેનાએ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આવ્યો હતો. દરમિયાન મોડી રાતે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાને સિઝફાયરના ઉલ્લંધન માટે જવાબદાર ઠરાવ્યું હતું. જો કે, મોડી રાતથી આજે સવાર સુધી વાતાવરણ સામાન્ય રહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન સિઝફાયરનો નિર્ણય ભારતની શરતોને આધારે લેવામાં આવ્યો હતો. તેમજ જો હવે ભારતમાં આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ માનવામાં આવે સ્પષ્ટ સંદેશ ભારતે આપ્યો હતો. હાલ સરહદ ઉપર ભારતીય સેના પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. પાકિસ્તાન દ્વારા છેલ્લા ત્રણેય દિવસ રાત્રિના સમયે ડ્રોન વડે ભારતીય સરહદી વિસ્તારમાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમ મારફતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલને તોડી પાડવામાં આવ્યાં હતા.