કંઈક નવી રસોઈ વિશે વિચારતા હોય તો બનાવો સોજી-મખાનાના પરાઠા, નોંધો રેસીપી
શું તમે નાસ્તા કે બપોરના ભોજન માટે કંઈક એવું શોધી રહ્યા છો જે સ્વાદિષ્ટ અને સ્વસ્થ હોય? સોજી અને મખાનાના અનોખો પરાઠા જે ખાવામાં ક્રિસ્પી અને સ્વાદિષ્ટ હોય છે. આ સાથે, તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. મખાનાને કારણે આ પરાઠો હળવો અને પોષણથી ભરપૂર છે.
• સામગ્રી
સોજી (રવો) – 1 કપ
મખાના – 1 કપ (શેકેલા અને પીસેલા)
બાફેલા બટાકા – 1
દહીં – 2 ચમચી
લીલા મરચા – 1 (બારીક સમારેલા)
આદુ – ½ ચમચી (છીણેલું)
સિંધવ મીઠું – સ્વાદ મુજબ
કોથમી – 1 ચમચી
દેશી ઘી અથવા તેલ – તળવા માટે
• બનાવવાની રીત
એક બાઉલમાં સોજી, પીસેલા મખાના, બાફેલા બટેટા, દહીં, લીલા મરચા, આદુ, ધાણા અને સિંધવ મીઠું મિક્સ કરો. થોડું પાણી ઉમેરો અને નરમ લોટ ભેળવો. 10 મિનિટ માટે ઢાંકીને રાખો. તૈયાર કરેલા કણકના ગોળા બનાવો અને તેને પરાઠા જેવો આકાર આપો. પરાઠાને ગરમ તવા પર મૂકો અને ઘી લગાવીને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકો. હવે ગરમા ગરમ પરાઠાને દહીં, ઉપવાસની ચટણી અથવા બટાકાની કઢી સાથે પીરસો.