For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે

04:57 PM Nov 17, 2024 IST | revoi editor
શાળાઓમાં બાળકોએ ગમે તે કલરનું સ્વેટર પહેર્યુ હોય સંચાલકો મનમાની નહીં કરી શકે
Advertisement
  • અમદાવાદના DEOએ શાળા સંચાલકોને આપી સુચના,
  • ગણવેશ સિવાય અન્ય રંગના સ્વેટર વિદ્યાર્થીઓ પહેરી શકશે,
  • સંચાલકો વિદ્યાર્થીઓ પર દબાણ કરશે તો પગલાં લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ સિવાયના રંગીન એટલે કે ગરમ કપડા પહેરવાની છૂટ આપવા અંગે શાળાને સૂચના આપવામાં આવી છે.

Advertisement

અમદાવાદમાં ધીમા પગલે ગુલાબી ઠંડીનું આગમન થઈ રહ્યું છે. અને મહિનાના અંતે એટલે કે સપ્તાહ બાદ કડકડતી ઠંડી પડવાની શક્યતા છે. ત્યારે  શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓએ પરિપત્ર જાહેર કર્યો છે. ઠંડીની સીઝનમાં હવેથી વિદ્યાર્થીઓએ જે તે શાળાએ નક્કી કરેલી દુકાનથી કે પછી નક્કી કરેલ પેટર્નના સ્વેટર કે ગરમ કપડા પહેરવાની જરૂર નહીં પડે. શાળામાં વિદ્યાર્થીઓએ ગમે તે કલરના સ્વેટર પહેરી શકશે. શાળાઓ યુનિફોર્મના કલર મુજબ સ્વેટર પહેરવાની ફરજ પાડી શકશે નહીં.

કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓને નક્કી કરેલ દુકાનોથી ગણવેશના ભાગરૂપે સ્વેટર કે ગરમ કપડા ખરીદવાની ફરજ પાડતા હોવાની ફરિયાદો મળતા શિક્ષણ રાજ્યમંત્રીએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે. જે પણ શાળાઓ મનમાની કરશે અને વિદ્યાર્થીઓને ગરમ કપડા નિયત દુકાનથી કે નિયત પેટર્નના પહેરવાની ફરજ પાડશે તેમના વિરુદ્ધ RTE એક્ટ હેઠળ મોટી કાર્યવાહી થશે. શિયાળો શરૂ થતા જ અમદાવાદ શહેર DEO એ શાળાઓ માટે જાહેર કરેલા પરિપત્ર વાલીઓ માટે રાહતજનક છે. આ જ મુદ્દે પરિપત્ર જાહેર કરાયો છે. જેમાં અમદાવાદની શાળાઓએ ચોક્કસ કલરના જ સ્વેટર પહેરી લાવવાનો શાળાઓ આગ્રહ નહીં રાખી શકે. શિયાળો શરૂ થતા જ અમદાવાદ શહેર DEOએ શાળાઓ માટે પરિપત્ર કર્યો છે.

Advertisement

શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડા પહેરવામાં છૂટછાટ આપવા પરિપત્ર કર્યો છે. વિદ્યાર્થી ઘરેથી જે કોઈ ગરમ કપડા પહેરી આવે એને માન્ય રાખવાના રહેશે. શાળાએ ફરજિયાતપણે ચોક્કસ સ્વેટર જ પહેરી લાવવા દબાણ ના કરવું. શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો ચોક્કસ જગ્યાએથી ખરીદવા આગ્રહ ના કરવો. શાળાઓ નિયમનો ભંગ કરશે તો RTE એક્ટ હેઠળ કાર્યવાહી થશે.

Advertisement
Tags :
Advertisement