For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ રચ્યો ઇતિહાસ, 7 લાખ લોકોએ લીધી લંડન મ્યુઝિયમની મુલાકાત

04:20 PM Mar 27, 2025 IST | revoi editor
અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ રચ્યો ઇતિહાસ  7 લાખ લોકોએ લીધી લંડન મ્યુઝિયમની મુલાકાત
Advertisement

લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ મુલાકાતીઓની સંખ્યામાં ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે 'એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી'ની મુલાકાત લીધી છે. ઊર્જા અને આબોહવા પરિવર્તનના થીમ પર આધારિત આ ગેલેરી લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 'એનર્જી રિવોલ્યુશન: અદાણી ગ્રીન એનર્જી ગેલેરી'નું ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisement

ગ્રીન એનર્જી ગેલેરી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિગત એક વર્ષ દરમિયાન આ ગેલેરીમાં 7,00,000 મુલાકાતીઓ વિઝીટ કરી ચૂક્યા છે. આ ગેલેરી દર્શાવે છે કે વિશ્વ કેવી રીતે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે કાર્બન ઉત્સર્જન ઘટાડીને વધુ ટકાઉ રીતે ઊર્જાનું ઉત્પાદન અને ઉપયોગ કરી શકે છે.

Advertisement

આબોહવા વિજ્ઞાનને સમર્પિત ગ્રીન એનર્જી ગેલેરી વૈશ્વિક આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા માટે ક્લીન એનર્જી તરફ સંક્રમણ કરવાના વ્યહવારુ ઉપાયો સૂચવે છે. “વિન્ડ, સોલાર અને હાઇબ્રિડ રિન્યુએબલ ઊર્જામાં 13 ગીગાવોટથી વધુના ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ ઊર્જા કંપનીઓમાંની એક AGEL નેટ ઝીરો એમીશન માટે સતત કાર્યશીલ અને સમર્પિત છે.

છેલ્લા એક વર્ષમાં, ગ્રીન ગેલેરીએ વિવિધ સંસ્થાઓ માટે 40 થી વધુ ક્યુરેટરના નેતૃત્વ હેઠળના વિવિધ પ્રવાસોનું આયોજન કર્યું છે. જેમાં ક્લાઇમેટ ચેન્જ કમિટી, મેટ ઓફિસ, વર્લ્ડ એનર્જી કાઉન્સિલ અને યુકે સરકારના અનેક વિભાગોનો સમાવેશ થાય છે. આ મુલાકાતોમાં આબોહવા પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે જરૂરી ઝડપી ઊર્જા સંક્રમણ અને ડીકાર્બોનાઇઝેશન પ્રયાસો અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી છે. લો-કાર્બન બ્રિક બેન્ચ પ્રદર્શન માટે ઇનોવેશન કેટેગરીમાં ગ્રીન ગેલેરીએ પ્રતિષ્ઠિત 2024 બ્રિક એવોર્ડ જીત્યો એનાયત થયો છે.

એનર્જી રિવોલ્યુશન એવોર્ડ વિજેતા આર્કિટેક્ટ 'અનનોન વર્ક્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ટકાઉ ડિઝાઇનની ખાસિયત એ છે કે તેમાં જૂના સ્ટોર્સના ભાગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગેલેરીના કાર્બન ફૂટપ્રિન્ટનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યાં શક્ય હોય ત્યાં રિસાયકલ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

Advertisement
Tags :
Advertisement