For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અદાણી સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે

12:36 PM Nov 12, 2025 IST | revoi editor
અદાણી સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે
Advertisement

અમદાવાદ, ભારત / હેલ્સિન્કી, ફિનલેન્ડ, 12 નવેમ્બર, 2025: અદાણી સિમેન્ટ અને કૂલબ્રુકે ભારતના આંધ્ર પ્રદેશમાં બોયારેડ્ડીપલ્લી ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ ખાતે સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે ક્રાંતિકારી RotoDynamic Heater™ (RDH™) ટેક્નોલોજીના વિશ્વમાં સૌપ્રથમ વખત વ્યવસાયિક સ્તરે ઉપયોગ માટે તેમના ડિલિવરી કરારની જાહેરાત કરી છે. કૂલબ્રુકની RDH™ ટેક્નોલોજીને આ સૌપ્રથમ વખત ઔદ્યોગિક સ્તરે લાગુ કરવામાં આવી રહી છે જે અદાણી સિમેન્ટના 2050 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા (SBTi દ્વારા માન્ય કરાયેલા) અને વિશ્વભરમાં હેવી ઇન્ડસ્ટ્રી સેક્ટર્સમાં વાર્ષિક ધોરણે 2.4 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાના કૂલબ્રુકના ધ્યેયને આગળ વધારે છે.

Advertisement

આ ટેક્નોલોજી સિમેન્ટ ઉત્પાદનના સૌથી વધુ અશ્મિભૂત ઇંધણ સઘન તબક્કા એવા કેલ્સિનેશન ફેઝને ડિકાર્બોનાઇઝ કરશે. વૈકલ્પિક ઇંધણોની હિટીંગ વેલ્યુને ડ્રાય કરવા અને વધારવા માટે ક્લિન હીટ પૂરી પાડીને આ ટેક્નોલોજી અશ્મિભૂત ઇંધણોના બદલે ટકાઉ વિકલ્પોનો વધુ ઉપયોગ સક્ષમ બનાવે છે. આ પ્રકારે ઉપયોગ કરવાથી દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં સીધો 60,000 ટનનો ઘટાડો થવાની સંભાવના છે જે આગામી સમયમાં 10 ગણુ વધે તેવી શક્યતા ધરાવે છે, જે સિમેન્ટના ઉત્પાદનના ડિકાર્બોનાઇઝિંગ તરફનું એક મહત્વનું પગલું છે.

નિર્ણાયક રીતે RDH™ સિસ્ટમ સંપૂર્ણપણે અદાણી સિમેન્ટના વિશાળ સ્તરના રિન્યૂએબલ એનર્જી પોર્ટફોલિયો દ્વારા સંચાલિત હશે જે સુનિશ્ચિત કરશે કે પેદા થતી ઔદ્યોગિક ગરમી સંપૂર્ણપણે ઉત્સર્જન મુક્ત હોય. આ ઉપયોગ સંપૂર્ણપણે પુનઃવપરાશી ઊર્જા દ્વારા સંચાલિત સ્વચ્છ, ઇલેક્ટ્રિફાઇડ ઇન્ડસ્ટ્રીયલ હીટની વાસ્તવિક વિશ્વની સંભાવના દર્શાવે છે. આ પહેલ અદાણી સિમેન્ટને વિશ્વના ક્લિન મેન્યુફેક્ચરિંગ સિમેન્ટ હબ તરીકે ભારતના ઉદભવને આગળ વધારવા માટે મોખરે રાખે છે.

Advertisement

અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના સીઈઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, “અમારી કામગીરીમાં કૂલબ્રુકના RotoDynamic Heater™ નો વિશ્વમાં પ્રથમ વખત વ્યવસાયિક ધોરણે ઉપયોગ અમારી ડિકાર્બોનાઇઝેશન યાત્રામાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે. આ અમારા નેટ-ઝીરો લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા તરફ એક મોટી છલાંગ છે. આવા અત્યાધુનિક ઇલેક્ટ્રિફિકેશન સોલ્યુશન્સને અમારા સિમેન્ટ ઉત્પાદનમાં જોડીને અમે અશ્મિભૂત ઇંધણથી દૂર જવાના પરિવર્તનને વેગ આપી રહ્યા છીએ, ઉત્સર્જનને મોટા પાયે ઘટાડી રહ્યા છીએ, સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારી રહ્યા છીએ અને લૉ-કાર્બન સિમેન્ટ ઉત્પાદન માટે એક નવું ધોરણ સ્થાપિત કરી રહ્યા છીએ. આ આગળ વધી રહેલી ભાગીદારી આબોહવા નેતૃત્વ પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતા અને નવીનતા તથા ટકાઉપણા દ્વારા લાંબા ગાળે મૂલ્ય પૂરું પાડવાની દ્રઢતા દર્શાવે છે. આ સીમાચિહ્ન અગ્રેસર રહેવાના અમારા વારસાને દર્શાવે છે અને વૈશ્વિક બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સ પાવરહાઉસ બનવા તરફના અમારા પરિવર્તનશીલ પગલાંને રજૂ કરે છે. અમે અમારા આરએન્ડડી રોકાણો સાથે કૂલબ્રુક જેવા ભાગીદારોની એક મજબૂત ઇકો-સિસ્ટમ બનાવી રહ્યા છીએ.”

આ પ્રોજેક્ટ ગહન ઇન્ડસ્ટ્રીયલ ડિકાર્બોનાઇઝેશન માટે એક મજબૂત અને સ્કેલેબલ કહી શકાય તેવો અભ્યાસ પૂરો પાડે છે જેનું અનુસરણ થાય તેવી પ્રબળ સંભાવના છે. કૂલબ્રુક અને અદાણી સિમેન્ટે અદાણી સિમેન્ટના ઔદ્યોગિક કામગીરીમાં રોટોડાયનેમિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અનેક ફોલો-ઓન તકો ઓળખી કાઢી છે અને આગામી બે વર્ષમાં ઓછામાં ઓછા પાંચ વધારાના પ્રોજેક્ટ શરૂ કરવાની મહત્વાકાંક્ષા વ્યક્ત કરી છે.

આગળ જતાં, RDH™ ટેકનોલોજી અદાણી સિમેન્ટના ઉત્પાદનને ડિકાર્બોનાઇઝ કરવામાં, પ્રોસેસની  કાર્યક્ષમતામાં સુધારો કરવામાં અને કંપનીના ટકાઉપણા લક્ષ્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં નાણાંકીય વર્ષ 2028 સુધીમાં AFR (alternative fuels and resource materials) નો ઉપયોગ 30 ટકા સુધી વધારવા અને ગ્રીન પાવરનો હિસ્સો 60 ટકા સુધી વધારવાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ જનરેશન RDH™ લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ વાયુ પૂરા પાડશે, જેનાથી વૈકલ્પિક ઇંધણને સૂકાઈ જશે જે તેના ઉપયોગને વધુ હરિયાળો અને વધુ કાર્યક્ષમ બનાવશે. આનાથી સિમેન્ટ ઉત્પાદન માટે હાઇ-ટેમ્પરેચર ઇલેક્ટ્રિફિકેશનમાં એક મહત્વની સફળતા મળશે.

કૂલબ્રુકના સીઈઓ શ્રી જુનાસ રૌરામોએ જણાવ્યું હતું કે “અદાણી સિમેન્ટ સાથે વિશ્વના પ્રથમ ઔદ્યોગિક-સ્તરના પ્રોજેક્ટમાં સામેલ થવું એ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સિમેન્ટ બજારોમાંના એકમાં ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિફિકેશન માટે એક પરિવર્તનશીલ પગલું છે. અમારું ધ્યેય રોટોડાયનેમિક ટેકનોલોજીને જ્યાં કાર્બન ઉત્સર્જન કરવું મુશ્કેલ છે તેવા ક્ષેત્રોને ડિકાર્બોનાઇઝ કરવા માટે એક નવું ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ બનાવવાનું છે. સાથે મળીને, અમે સિમેન્ટનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની નવેસરથી વ્યાખ્યા કરી રહ્યા છીએ જે સ્વચ્છ, વધુ કાર્યક્ષમ અને નેટ-શૂન્ય ભવિષ્ય માટે તૈયાર છે.”

અદાણી સિમેન્ટનું વ્યાપક ટકાઉપણા માટેનું નેતૃત્વનું પ્રમાણ એ બાબત પરથી મળે છે કે વૈશ્વિક સ્તરે તેણે એવી ચાર મોટી સિમેન્ટ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે જેણે SBTi-માન્યતા પ્રાપ્ત નેટ-ઝીરો લક્ષ્યાંકો અને વૈશ્વિક સહયોગ મેળવ્યા છે, જેમાં IRENA હેઠળ Alliance for Industry Decarbonisation (AFID) માં જોડાનારી તે વિશ્વની પ્રથમ સિમેન્ટ ઉત્પાદક કંપની બની છે.

Advertisement
Tags :
Advertisement