For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં લકઝરી બસને લીધે ઝાડની ડાળી તૂટી પડતા એક્ટિવાચાલકનું મોત

05:17 PM Sep 22, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં લકઝરી બસને લીધે ઝાડની ડાળી તૂટી પડતા એક્ટિવાચાલકનું મોત
Advertisement
  • અમદાવાદના નમસ્તે સર્કલ પાસે બન્યો બનાવ,
  • લકઝરી બસની છત પરનો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો,
  • બસના ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો

અમદાવાદઃ  શહેરના નમસ્તે સર્કલ નજીક પસાર થઈ રહેલી લક્ઝરી બસની છત પર ભરેલો ઓવરલોડ સામાન ઝાડની ડાળી સાથે અથડાતાની સાથે જ ડાળી તુટી હતી અને લકઝરી બસની પાછળ આવી રહેલા એક્ટિવા સ્કુટરના ચાલકના માથા પર પડી હતી. ડાળી પડતાની સાથેજ સ્કૂટરચાલક યુવકને ગંભીર ઈજા પહોચી હતી જ્યા તેનુ સારવાર દરમિયાન મોત થયુ છે.આ અંગે પોલીસે લકઝરી બસના ચાલક સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી વ્રજ ભૂમી રેસિડેન્સીમાં રહેતા કાંતીભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં લક્ઝરી બસ ચાલક વિરૂદ્ધ સાપરાધ મનુષ્યવધની ફરિયાદ કરી છે.કાંતીભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે.કાંતીભાઈની બે દીકરીના લગ્ન થઈ ગયા છે જ્યારે દીકરો કિસ્ટન તેમની સાથે રહે છે. કિસ્ટન પરીમલ ગાર્ડન પાસે આવેલી એક કંપનીમાં કો-ઓર્ડીનેટર તરીકે નોકરી કરે છે. ગઈકાલે કાંતીભાઈ પત્નિ ગીતાબેન સાથે ઘરે હાજર હતા તે વખતે દીકરી ભાવિકાનો ફોન આવ્યો હતો. ભાવિકાએ ફોન પર કાંતિભાઈને માહિતી આપી હતી કે, કિસ્ટનનો નમસ્તે સર્કલ ખાતે અકસ્માત થયો છે અને હાલમાં તે સિરિયસ છે. કાંતિભાઈ પત્ની ગીતાબેન સાથે નમસ્તે સર્કલ પહોચ્યા હતા જ્યા જેનીશે તેમને વલ્લભ હોસ્પિટલ આવી જવાનું કહ્યુ હતું. કાંતિભાઈ પત્ની સાથે હોસ્પિટલમાં પહોચ્યા ત્યારે કિસ્ટન મૃત હાલતમાં આઈસીયુમાં હતો જ્યાં સારવાર દરમિયાન કિસ્ટનનું મોત થયું હતું.

આ બનાવની વિગત એવી હતી કે, કિસ્ટન સાડા સાત વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને નમસ્તે સર્કલથી મુસાસુહાગ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઝાડની ડાળી તેના માથામાં પર પડી હતી.લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભર્યો હતો અને તે પસાર થઈ રહી હતી ત્યારે સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો. સામાન અથડાતાની સાથેજ ડાળી તુટી હતી અને સીધી કિસ્ટનના માથા પર પડી હતી. કિસ્ટનની થોડી સારવાર કર્યા બાદ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. લક્ઝરીમાં ઓવરલોડ સામાન ભરતા આ ઘટના ઘટી હોવાથી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.

Advertisement

શહેરના ગીતા મંદિર બાદ અમદાવાદમાં લકઝરીઓ માટેનુ જો મોટુ સ્ટેન્ડ હોય તો તે શાહીબાગ નમસ્તે સર્કલ છે. નમસ્તે સર્કલ પર રોજની સંખ્યાબંધ લકઝરીઓ અન્ય રાજ્યો તેમજ શહેરોમાં જતી હોય છે. સંખ્યાબંધ લકઝરી બસ હોવાના કારણે ટ્રાફીક જામની સમસ્યા વધુને વધુ રહેતી હોય છે. જ્યારે લકઝરી બસ ઉભી હોય ત્યારે ત્યાથી ટુવ્હિરલ કે કાર લઈને નીકળવુ માથાના દુખાવા સમાન બની જતુ હોય છે.

Advertisement
Tags :
Advertisement