હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

અડાલજ નજીક નર્મદા કેનાલ પાસે કોન્સ્ટેબલને લૂંટી લેનારો આરોપી પકડાયો

05:44 PM Jun 26, 2025 IST | revoi editor
Advertisement

ગાંધીનગરઃ જિલ્લાના અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે નર્મદા કેનાલ પાસે રોડ પર પોલીસ કોન્સ્ટેબલના બાઈક સાથે એક્ટિવા સ્કૂટર અથડાવીને ઝગડો કરીને રૂપિયા 11500ની લૂંટ કરીને બે શખસો નાસી ગયા હતા. આ બનાવની કોન્સ્ટેબલે અડાલજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે લૂંટારૂ શખમાંથી એકને પકડી લીધો છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, અડાલજ પોલીસ મથકમાં આવેલા ક્વોટર્સમાં રહેતો અને ચાંદખેડા પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતો પોલીસ કર્મચારી ગત શનિવારની રાતે લુંટાયો હતો. અડાલજ નર્મદા કેનાલ પાસે તેની પાછળ એક્ટીવા ઉપર બે લુંટારૂએ અકસ્માત કરી નીચે પાડી દીધા બાદ ચપ્પાની અણીએ 11500ની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં એલસીબીની ટીમે એક આરોપીને પકડી લીધો છે. જ્યારે હજુ પણ એક આરોપી ફરાર છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  જગદીશકુમાર રામસિંગભાઇ રાઠોડ (રહે, અડાલજ પોલીસ મથકના ક્વોટર્સમાં. મૂળ રહે, રડકા, સુઇગામ) ચાંદખેડા પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે નોકરી કરે છે. ત્યારે ગત 17મીના રોજ રાતના આશરે 8 વાગે તેનુ બાઇક જીજે 08 ડીએફ 0771 લઇને અડાલજ પોલીસ મથકના ક્વોટર્સ ઉપર આવી રહ્યો હતો. તે સમયે તેની પાછળ એક નંબર પ્લેટ વગરના કાળા કલરના એક્ટીવા લઈને બે લોકો આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, યે પોલીસ વાલા હૈ, આજ ઉસકો ટાર્ગેટ કરતે હૈ, તેમ કહી એક્ટીવા પાછળથી બાઈક સાથે ટકરાવી દીધુ હતુ. અને પોલીસ કર્મચારી સાથે બબાલ કરી ચપ્પુ બતાવી 11500 મત્તાની લૂંટ કરી નાસી  ગયા હતા. આ બનાવમાં એલસીબી પીઆઇ ડી.બી.વાળાની ટીમ તપાસમાં જોતરાઇ હતી. પીઆઇ એસ.જે.ચૌહાણ, એન.બી.ચૌધરી, દિગ્વિજયસિંહ સહિત તપાસમાં લાગી ગયા હતા. જેમાં માહિતી મળી હતી કે, પોલીસ કર્મચારીને લૂંટનાર આરોપી રાહુલ હસમુખભાઇ દંતાણી (રહે, બાપુનગર, અમદાવાદ)ને અડાલજ બાલાપીર ચોકડી પાસે હોવાની માહિતી મળતા પકડી લીધો હતો. જ્યારે દશરથ હરેશભાઇ દંતાણી (રહે, વખરાની પોળ, શાહપુર, અમદાવાદ) હજુ પણ ફરાર છે.

Advertisement

Advertisement
Tags :
Aajna Samacharaccused arrestedAdalajBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota Banavnarmada canalNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular Newsrobbery caseSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article