પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે, ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો કરાવશે પ્રારંભ
વડોદરાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 15મી નવેમ્બરના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાત લેવાના છે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનો રાષ્ટ્રીય કક્ષાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રીની આ મુલાકાતની તૈયારીઓના ભાગરૂપે, આજે (તારીખનો ઉલ્લેખ કરવો) બીજેપી પ્રદેશપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ડેડિયાપાડા ખાતે સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આ મુલાકાત દરમિયાન તેમની સાથે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રભારી ઇશ્વરભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા અધ્યક્ષ નીલ રાવ, તેમજ પૂર્વ મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટેની વ્યવસ્થાપક તૈયારીઓ અને આયોજનની વિગતોની સમીક્ષા કરવામાં આવી હતી. બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનો પ્રારંભ ગુજરાતના આદિવાસી વિસ્તારમાંથી થવા જઈ રહ્યો હોવાથી આ કાર્યક્રમને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.