જુનાગઢ- ધોરાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈકસવાર 3 યુવાનોના મોત
- ત્રણેય યુવાનો ઉર્સમાંથી પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યા
- સરગવાડા ગામે ત્રણેય યુનાવોના એક સાથે જનાજો નિકળ્યો
- પોલીસે કારચાલક સામે ગુનોં નોંધી તપાસ હાથ ધરી
જુનાગઢઃ રાજ્યમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જુનાગઢ-ધોરાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, જૂનાગઢ-ધોરાજી હાઈવે પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકસવાર ત્રણેય યુવાનોના મોત નિપજ્યા હતા. ત્રણેય યુવાન સાથે ઉર્સમાંથી પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ઘટના વહેલી સવારે બની હતી. અકસ્માતમાં ત્રણેય યુવાનો ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો સરગવાડા ગામના હતા. સરગવાડા ગામમાં ત્રણેય મિત્રોનો એકસાથે જનાજો નીકળતાં ગામ હીબકે ચઢ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનાગઢ-ધોરાજી હાઈવે પર કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈકસવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા. મૃતક યુવાનોની ઓળખ આમિર મામદભાઈ અબડા, અલ્ફેઝ હનીફભાઈ કાઠી અને અરમાન મકસુદબાપુ સૈયદ તરીકે થઈ છે. યુવાનો ટ્રિપલ સવારીમાં બાઈક પર હતા, જ્યારે અચાનક તેમની બાઈકને કારે ટક્કર મારતા યુવાનો રોડ પર પટકાયા હતા. આ દુઃખદ ઘટનામાં ત્રણેય યુવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો
ત્રણેય યુવાનોના મૃતદેહ સરગવાડા ગામમાં પહોંચતાં ગામમાં શોક વ્યાપી ગયો હતો. ત્રણ પરિવારોમાં એકસાથે જનાજા નીકળ્યા હતા, જેનાથી ગામમાં હીબકે ચઢ્યું હતું. દરેકની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. આ અકસ્માતના મામલે સ્થાનિક પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે.