For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતમાં એરપોર્ટ નજીક ડમ્પર-મિક્ષરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

01:57 PM Jun 01, 2025 IST | revoi editor
સુરતમાં એરપોર્ટ નજીક ડમ્પર મિક્ષરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત
Advertisement
  • પૂરફાટ ઝડપે આવેલા મિક્ષર-ડમ્પરે સ્કૂટરને અડફેટે લીધું
  • પાંડેસરા વિસ્તારમાં બે ટેમ્પા વચ્ચે અકસ્માતમાં એકનું મોત
  • અકસ્માતના બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે અકસ્માતના વધુ બે બનાવો બન્યા છે. પ્રથમ અકસ્માતના બનાવમાં શહેરના ડુમસ એરપોર્ટ નજીક ડમ્પર-મિક્ષરએ સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક યુવતીનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં શહેરના પાંડેસરા વિસ્તારમાં બે ટેમ્પો સામસામે અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Advertisement

પ્રથમ અખસ્માતના બનાવની વિગતો એવી છે કે, શહેરના ડુમસ આસપાસ સ્ટ્રીટમાં 22 વર્ષીય યુક્તા જયેશભાઈ ભગત પરિવાર સાથે રહેતી હતી અને વેસુ ખાતે આવેલી કાર કંપનીના શો-રૂમમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. યુક્તા રોજની જેમ પોતાના સ્કૂટર પર નોકરીએ જવા નીકળી હતી. દરમિયાન ડુમસ એરપોર્ટવાળા ત્રણ રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે મિક્સર મશીનના ટ્રકચાલકે યુક્તાની સ્કૂટરને ટક્કર મારી અડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે 108 એમ્બુલેન્સ દ્વારા ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. યુક્તાના મોતના સમાચાર સાંભળતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એટલું જ નહીં, હમચાવી દેનારી આ ઘટનાનાં દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. બનાવ અંગે ડુમસ પોલીસે મિસ્કર મશીનના ટ્રકચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

બીજા અકસ્માતના બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા કિરણ બિલ્ડિંગ ચાર રસ્તા પાસે બે ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રણ જણાને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં બે ટેમ્પો સામસામે અથડાયા બાદ થ્રી-વ્હીલ ટેમ્પો પલટી મારતાં ઈરફાન શેખ નામના યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતુ. ઘટનામાં ઇસ્લામ, સમીમા, અરમાન નામના ત્રણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી બોલેરો ટેમ્પોચાલક ટેમ્પો મૂકી ફરાર થઈ જતાં પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement