For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

એસજી હાઇવે પર ટ્રક સાથે કાર અથડાતાં એક યુવાનનું મોત, ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત

01:01 PM Nov 08, 2025 IST | revoi editor
એસજી હાઇવે પર ટ્રક સાથે કાર અથડાતાં એક યુવાનનું મોત  ત્રણ ગંભીર ઇજાગ્રસ્ત
Advertisement

અમદાવાદઃ શહેરના એસજી હાઇવે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. થલતેજ અન્ડરપાસ નજીક રોડ પર ઊભેલી ટ્રક સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, થલતેજ અન્ડરપાસ નજીક એક આઇસર ટ્રક હાઇવે પર ઊભેલી હતી. આ દરમિયાન પાછળથી તેજ ગતિએ આવી રહેલી કાર ટ્રકના પાછળના ભાગમાં જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. અકસ્માતમાં કાર ચલાવતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે યુવાનના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યો હતો, આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement