નડિયાદમાં દિવ્યાંગ ક્રિકેટરો માટે વ્હીલ ચૅર ક્રિકેટ મેચ યોજાઈ હતી.
11:32 AM Mar 28, 2025 IST
|
revoi editor
Advertisement
અમદાવાદઃ નડિયાદમાં ડુમરાલ પાસે જે.ડી.પટેલ મેદાનમાં એક અનોખી ક્રિકેટ મેચ યોજાઈ હતી. નેક્સેસ ગ્રૂપના ધર્મેશભાઈ પટેલ અને અમુલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ તથા ડુમરાલ પ્રીમિયર લીગના જીત પટેલના સહકાર અને સૌજન્યથી યોજાયેલી દિવ્યાંગજનો માટેની વિશેષ ક્રિકેટ મેચમાં ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ક્રિકેટરોએ વ્હીલ ચૅર પર કુશળતાપૂર્વક ક્રિકેટ મેચ ખેલી પોતાનું અનોખું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.
Advertisement
સરદાર પટેલ ટેલેન્ટ ઓન વ્હીલ ચૅર ભારત-એ અને ભારત-બી એમ દિવ્યાંગોની બે ટીમ વચ્ચે યોજાઈ હતી. જેમાં સામાન્ય ક્રિકેટ મેચની જેમ જ બધા નિયમો અનુસાર મેચ રમાઈ હતી. 15 ઓવરની આ મેચમાં એમ્પાયરિંગ પણ દિવ્યાંગ યુવાન દ્વારા વ્હીલ ચૅર પરથી જ કરાયું હતું. અમુલ ડેરીના ચેરમેન અને નેક્સેસ ગ્રૂપ દ્વારા વ્હીલ ચૅર ફાઉન્ડેશનને રૂ.૮૦ હજારનો ચેક અર્પણ કરાયો હતો.
Advertisement
Advertisement
Next Article