For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાલનપુરમાં હાઈવે પર ટ્રક-ટ્રેલરે કાબુ ગુમાવતા દુકાનમાં ઘુંસી ગયુ

05:27 PM Dec 30, 2024 IST | revoi editor
પાલનપુરમાં હાઈવે પર ટ્રક ટ્રેલરે કાબુ ગુમાવતા દુકાનમાં ઘુંસી ગયુ
Advertisement
  •   દુકાનમાં ટ્રક ઘૂંસી જતાં અફડા-તફડી મચી ગઈ
  • અકસ્માત બાદ ટ્રેલરચાલક નાસી ગયો
  • બીજા બનાવમાં ધાખા ગામ પાસે જીપએ બાઈકને ટક્કર મારતા યુવાનું મોત

પાલનપુરઃ  શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, ગત મોડી રાત્રે આબુરોડ તરફથી આવી રહેલા ટ્રક-ટ્રેલરે અકસ્માત સર્જ્યો હતો. બેકાબૂ ટ્રક-ટ્રેલર હાઇવે પર આવેલી એક દુકાનમાં ઘૂસી ગયું હતું. જ્યારે ટ્રેલર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો.. જ્યારે બીજા અકસ્માતનો બનાવ ધાનેરા હાઈવે પર ધાખા ગામ પાસે જીપ અના બાઈક વચ્ચે સર્જાયો હતો. જેમાં બાઈકસવાર યુવાનું મોત નિપજ્યું હતુ.

Advertisement

પ્રથમ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, પાલનપુરના બિહારી બાગ પાસે વહેલી સવારે એક ટ્રક-ટ્રેલર દુકાનમાં ઘૂસી ગયુ હતું. પાલનપુર-આબુ હાઇવે પર ટ્રક-ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક દુકાનમાં ઘૂસી જતાં નાશભાગ મચી હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના પગલે પાલનપુર પોલીસે ઘટના સ્થળ પર હતી. થ્રિ લેગ એલિવેટેડ બ્રિજના સર્વિસ રોડ પરથી આવી રહેલા ટ્રેલરે અકસ્માત સર્જ્યો હતો. ઘટનાને પગલે ટી સ્ટોલ ધારકને મોટુ નુકશાન પહોંચ્યું છે. જ્યારે સદ્દનસીબે મોટી જાનહાની ટળી છે.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે એક ટ્રક-ટ્રેલર દુકાનમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે નાસભાગ મચી હતી. રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી ટ્રક-ટ્રેલર પાલનપુર જુના ચેકપોસ્ટથી એરોમાં સર્કલ તરફ જતા અધ વચ્ચે ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક રોડ નજીક આવેલી દુકાનમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. પાલનપુર પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

અકસ્માતના બીજા બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ધાનેરાથી નેનાવા તરફ જતાં નેશનલ હાઇવેના ધાખા ગામ તરફ જતા માર્ગ ઉપર જીપડાલા ચાલકે સામેથી બાઇકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ધાનેરા તાલુકાના ભાંજણા ગામનો હિતેશ સુજાભાઈ ચૌધરી ધાનેરાની કોલેજમાં પરીક્ષા આપી ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે નેનાવા નેશનલ હાઇવે ઉપર આવેલા ધાખા ગામ તરફ જતા માર્ગ પાસે જીપડાલા ચાલકે સામેથી બાઇક ચાલકને ટક્કર મારી હતી. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઘટનાની જાણ ધાનેરા પોલીસને થતાં ઘટના સ્થળે દોડી આવી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઇ પરિવાર સાથે ભાંજણા ગામ અને સગા-સબંધીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

Advertisement
Tags :
Advertisement