For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના કામરેજ નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે પોલીસવાન સહિત 4 વાહનોને અડેટે લીધા

04:32 PM Apr 21, 2025 IST | revoi editor
સુરતના કામરેજ નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે પોલીસવાન સહિત 4 વાહનોને અડેટે લીધા
Advertisement
  • એકનું મોત, બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા
  • હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા પોલીસવાન જતી હતી
  • ટ્રકે હાઈવે ઓથોરિટીની બોલેરો જીપને પણ ટક્કર મારી

સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે શહેરના કામરેજ નજીક હાઈવે પર એક પીકવાન પલટી ખાતા ટ્રાફિક જામ થયો હતો. તેથી પોલીસવાન અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ બોલેરો લઈને ટ્રાફિક ક્લીયર કરવા માટે જતા હતા. તે દરમિયાન પૂર ઝડપે આવેલી ટ્રકે પાલીસવાન, બોલેરો સહિત ચાર વાહનોને અડફેટે લેતા એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ટ્રકનો ચાલક નાસી ગયો હતો. જોકે પોલીસે ટ્રકના ક્લીનરને ઝડપી લીધો હતો.

Advertisement

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ બ્રિજ પર એક પિકઅપવાન પલટી મારી ગઇ હતી. જેને લઇને ટ્રાફિકજામ થઇ જતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને નેશનલ હાઈવે  વિભાગની ટીમ ટ્રાફિક હળવો કરાવવા માટે પહોંચી હતી. આ દરમિયાન પૂરફાટ ઝડપે આવેલી ટ્રકે ટ્રાફિક પોલીસની વાન, NHAIની બોલેરો, અકસ્માતગ્રસ્ત પિકઅપવાન અને ટ્રેલરને અડફેટે લીધાં હતાં. આ દુર્ઘટનામાં એકનું મોત થયું છે, જ્યારે બે પોલીસ કર્મચારીઓને ગંભીર રીતે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુરત જિલ્લા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ  અને ટ્રાફિક પોલીસ ટીમ જ્યારે અકસ્માગ્રસ્ત વાહનને હાઇવેથી સાઇડ કરી રહી હતી. તે દરમિયાન પુરઝડપે બેકાબૂ બનેલી ટ્રકે પોલીસવાન અને બોલેરો, NHAI વિભાગની ક્રેન તેમજ અકસ્માતગ્રસ્ત પિકઅપવાનને અડફેટે લીધા હતા. અને બાદમાં સામેના ટ્રેકમાં ઘૂસી એક ટ્રેલર સાથે ટ્રક અથડાઈ હતી. આમ કુલ ચાર વાહનોને અડફેટે લીધા હતા. અક્સ્માત સર્જી સ્થળ પર ટ્રક મુકી ચાલક ફરાર થયો હતો.  આ બનાવમાં અકસ્માતગ્રસ્ત પિકઅપ બોલેરોના ચાલક રાધે ક્રિષ્ના પાંડેને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત બે પોલીસકર્મી કિરણ સિંહ ઠાકોર અને શૈલેષભાઈ વસાવાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટ્રક ચાલક મુંબઈથી ટ્રકમાં મીઠું ભરી દિલ્હી જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. જોકે, પોલીસે ક્લીનરને ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement