For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

દેશવ્યાપી SIR માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરાઈ

06:40 PM Sep 11, 2025 IST | Vinayak Barot
દેશવ્યાપી sir માટેની તૈયારીઓના મૂલ્યાંકન માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરાઈ
Advertisement
  • નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજાઈ,
  • મતદાર યાદીના અપલોડિંગવર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતિ સમીક્ષા કરાઈ,
  • બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારાSIR કવાયત માટે પડેલી મુશ્કેલીની ચર્ચા કરાઈ

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર  જ્ઞાનેશકુમારની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે મુખ્ય ચૂંટણી અધિકારીઓની કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી વર્ષની આ ત્રીજી કૉન્ફરન્સમાં રાષ્ટ્રવ્યાપી SIR (Special Intensive Revision) કવાયત માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયોની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ કૉન્ફરન્સમાં બિહારના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા SIR કવાયત માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાઓ, કવાયત દરમિયાન પડેલી મુશ્કેલીઓ અને સફળ પ્રયાસો વિષયક પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ મુખ્ય નિર્વાચન અધિકારીઓએ તેમના સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા પૂર્ણ થયેલા SIR અનુસાર મતદારોની સંખ્યા, અંતિમ SIRની પાત્રતા તારીખ અને મતદાર યાદી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીઓ દ્વારા સંબંધિત રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની CEO વેબસાઇટ પર અગાઉના SIR પછીના મતદાર યાદીના અપલોડિંગની સ્થિતિ પણ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા છેલ્લા SIR મુજબ મતદારો સાથે વર્તમાન મતદારોના મેપિંગની પરિસ્થિતી પણ રજૂ કરવામાં આવી હતી.

મતદાર યાદી અદ્યતન અને ક્ષતિમુક્ત બને તે માટે હાથ ધરવામાં આવનાર SIR દરમિયાન પાત્રતા ધરાવતા નાગરિકો સરળતાથી રજૂ કરી શકે અને પાત્રતા ધરાવતા એકપણ નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તથા મતદાર તરીકે નોંધાવા માટે ગેરલાયક હોય તેવા વ્યક્તિઓનો સમાવેશ ન થાય તે સુનિશ્ચિત કરી શકાય તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીઓને સૂચિત દસ્તાવેજોની યાદી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

Advertisement

આ ઉપરાંત, કોઈપણ મતદાન મથકમાં 1200 થી વધુ મતદારો ન હોય તે સુનિશ્ચિત કરવા માટેની ભારતના ચૂંટણી પંચની પહેલનો તમામ રાજ્યોમાં સુચારૂ અમલ થાય તે માટે મતદાન મથકોના સુયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DEO, ERO, AERO, BLO અને BLA ની નિમણૂક અને તાલીમની સ્થિતિની પણ આ કૉન્ફરન્સ દરમિયાન સમીક્ષા કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement