For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરદાર પટેલના એકતાના સંદેશ સાથે બારડોલીથી સોમનાથ સુધી સન્માન યાત્રા યોજાશે

05:18 PM Sep 09, 2025 IST | Vinayak Barot
સરદાર પટેલના એકતાના સંદેશ સાથે બારડોલીથી સોમનાથ સુધી સન્માન યાત્રા યોજાશે
Advertisement
  • 11મી સપ્ટેમ્બરથી યાત્રાનો પ્રારંભ, 1800 કીમી અંતર કાપી 355 ગામોમાં યાત્રા ફરશે,
  • રૂટમાં રાજવી પરિવારોના વંશજોને તેમજ શહીદ જવાનોના પરિવારનું સન્માન કરાશે,
  • સરદાર પટેલની વિચારધારા જનજન સુધી પહોચાડાશે,

અમદાવાદઃ  અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે અને સરદાર પટેલના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી જીપી વસ્ત્રાપરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ઐતિહાસિક 1800 કિમીની “સરદાર સન્માન યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 11 સપ્ટેમ્બર, 2025ને ગુરુવારથી બારડોલીથી યાત્રાનો પ્રારંભ થશે. યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરશે. આ યાત્રા વિવિધ શહેરોમાં પહોંચશે જ્યાં પાટીદારો દ્વારા યાત્રાનો સ્વાગત કરવામાં આવશે.

Advertisement

સરદાર પટેલની વિચારધારાને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે યુવાનો સરદાર પટેલના વિચારોથી પ્રેરિત થાય તે હેતુથી 12 દિવસની કર્મભૂમિ બારડોલીથી ધર્મભૂમિ સોમનાથ સુધી 1800 કિમીની સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 18 જિલ્લાના 62 તાલુકાના 365 ગામો 12 દિવસમાં ફરશે સરદાર પટેલની 150મુ જન્મ જયંતી વર્ષ હોવાથી યાત્રામાં 150 કાર જોડાશે.

અખંડ‎ ભારતના‎ શિલ્પી, લોખંડી પુરુષ અને‎ રાષ્ટ્રીય‎ એકતાના‎ અવિસ્મરણીય યોદ્ધા‎ સરદાર‎ વલ્લભભાઈ પટેલ‎ની 150મી‎ જન્મજયંતિ‎ પૂર્વે ‎“સરદાર સન્માન‎ યાત્રા”નું ભવ્ય‎ આયોજન કરવામાં‎ આવી‎ રહ્યું‎ છે.‎ આ યાત્રા‎ 11 સપ્ટેમ્બરથી‎ 22 સપ્ટેમ્બર,‎ બારડોલી‎થી‎ પવિત્ર સોમનાથ ધામ‎ સુધી, 12‎ દિવસની રહેશે. જે‎ કુલ‎ 1800 કિ.મી.નું અંતર કાપી‎ 355 ગામોમાં‎ જવાની છે. સરદાર સાહેબના સિદ્ધાંતો,‎ દેશભક્તિ અને રાષ્ટ્રની‎ એકતા‎ માટેના યોગદાનથી‎ પ્રેરણા‎ લઇ, એકતાની‎ તરફની આ યાત્રા છે. જેમાં દરેક ધર્મ, જ્ઞાતી, વર્ગ, ભાષા અને વિચારધારાને એક સુત્રમાં બાંધવાનુ અમુલ્ય કાર્ય થવાનું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement