For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનની બારીમાંથી લેડિઝ પર્સ ખેચીને ગઠિયો નાસી ગયો

04:36 PM Jun 08, 2025 IST | revoi editor
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનની બારીમાંથી લેડિઝ પર્સ ખેચીને ગઠિયો નાસી ગયો
Advertisement
  • વડોદરા રેલવે સ્ટેશન પર અવંતિકા એક્સપ્રેસ ટ્રેનમાં બન્યો બનાવ,
  • મહિલાના લેડિઝ પર્સમાં 5.64 લાખના દાગીના અને રોકડ હતી,
  • મહિલા બર્થ પર સુતી હતી ત્યારે ગઠિયાઓ બારીમાંથી પર્સની ચોરી કરી

વડોદરાઃ રેલવે સ્ટેશન પર અવંતિકા એક્સપ્રેસ ટ્રેન ધીમી ગતિએ આવી રહી હતી, ત્યારે એક ગઠિયો બારીમાંથી હાથ નાખીને મહિલાનું પર્સ ઉઠાવીને નાસી ગયો હતો. દરમિયાન મહિલા  બુમાબુમ કરતા અન્ય પ્રવાસીઓ એકઠા થઈ ગયા હતા. અને રેલવે પોલીસ પણ દોડી આવી હતી. મહિલાના પર્સમાં દાગીના અને રોકડ સહિત રૂપિયા 5.64ની મત્તા હતી. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે, મહારાષ્ટ્ર ખાતે રહેતા મહિલા પરિવાર સાથે ઉજ્જૈન મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી દર્શન કરીને પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અવંતિકા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન પર ઊભી હતી. ત્યારે કોઈ ગઠિયો બારીમાંથી હાથ નાખીને મહિલાનું 5.64 લાખનું લેડીસ પર્સ ચોરી કરીને ભાગી ગયો હતો. જેથી, મહિલાએ વડોદરા રેલવે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના સંગમ ચાલ નહેરુનગર મુંબઈ ખાતે રહેતા શ્રધ્ધા દેવેન્દ્રએ ફરિયાદ નોંધાવી છે કે, અમારા પરીવાર સાથે ઉજ્જૈન મંદિરમાં દર્શન માટે ગયા હતા ઉજ્જૈન રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને મુંબઈ સેંટ્રલ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન 5 જૂનના રોજ રાત્રિના દોઢ વાગ્યાના સુમારે ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન આવી હતી ટ્રેન સ્ટેશન પહોંચતા ખૂબ જ ધીમે ચાલતી હોવાથી હુ મારી સીટ ઉપર બારી તરફ માથું કરીને સૂતી હતી. તે વખતે કોઈ અજાણ્યો ચોર બારીમાંથી હાથ નાખી સીટ ઉપર રાખેલુ બ્રાઉન કલરનું પર્સ ખેંચી ચોરી કરી લઈ હતો. આ પર્સમાં રહેલા દાગીના અને રોકડ મળી રૂપિયા 5.64 લાખની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મહિલાની ફરિયાદના આધારે રેલવે પોલીસે આ ચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અવારનવાર રેલવે પોલીસ સક્રિય હોવા છતાં આવા બનાવો બની રહ્યા છે ત્યારે રેલવે પોલીસ માટે આવા ગઠિયા એક પડકારરૂપ બની રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement