સુરતના એરપોર્ટ પર પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બિલ્ડિંગોનો સર્વે કરાયો
- એરપોર્ટ નજીકની ચાર બિલ્ડીંગોનું ડીમાર્કિંગ કરાયું,
- સર્વે બાદ રિપોર્ટ તૈયાર થશે અને કાર્યવાહી કરાશે,
- બિલ્ડિંગોમાં 35થી 2 મીટર સુધીનું નડતર હોવાનો પ્રાથમિક રિપોર્ટ
સુરતઃ શહેરમાં એરપોર્ટની આજુબાજુમાં આવેલા ઊંચા બિલ્ડિંગો પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ બની રહ્યા છે. આથી કેટલા બિલ્ડિંગો નડતરરૂપ છે, તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ નજીકના ચાર બિલ્ડિંગોનું ડીમાર્કિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાધુનિક પદ્ધતિથી બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ એકસાથે આ કામે લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, અધિકારીઓ દ્વારા નડતરરૂપ ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે તેમાં માત્ર 0.35થી 2 મીટર જેટલું જ ઓબ્સ્ટ્રક્શન (નડતર) હોવાનું જણાય રહ્યું છે. જોકે, હજી પણ સર્વેનો રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી.
સુરત એરપોર્ટ આસપાસની કેટલીક ઇમારતો જે પ્લેન લેન્ડિંગમાં નડતરરૂપ છે, તેને લઈને એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં એરપોર્ટ ઓથોરિટી, જિલ્લા કલેક્ટરના પ્રાંત અધિકારીઓ, સુરત મ્યુનિ.કોર્પોરેશન તેમજ પીડબ્લ્યુડીના અધિકારીઓને સામેલ કરાયા છે. આ ટીમ દ્વારા ચાર બિલ્ડીંગોનું ડીમાર્કિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એલ એન્ડ ટી, રવિ રત્નમ સર્જન એપાર્ટમેન્ટ અને ફ્લોરોના બિલ્ડીંગના સર્વેની કામગીરી કરવામાં આવી હતી, જેમાં અત્યાધુનિક પદ્ધતિથી બિલ્ડીંગનો સર્વે કરવામાં આવ્યો હતો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ એકસાથે આ કામે લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, અધિકારીઓ દ્વારા નડતરરૂપ ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે તેમાં માત્ર 0.35થી 2 મીટર જેટલું જ ઓબ્સ્ટ્રક્શન (નડતર) હોવાનું જણાય રહ્યું છે. જોકે, હજી પણ સર્વેનો રિપોર્ટ સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એલ એન્ડ ટી કંપનીના બિલ્ડીંગોની તપાસથી શરૂઆત કરવામાં આવી હતી. એલ એન્ડ ટીના અધિકારીઓએ જણાવ્યું છે કે, જે એરપોર્ટ ઓથોરિટી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી એ જ પ્રમાણેનું બાંધકામ અમે કર્યું છે. છતાં પણ સર્વે દરમિયાન જે પણ નડતરરૂપ બિલ્ડિંગનો ભાગ હશે, તેને અમે દૂર કરવા માટે તંત્રને તમામ પ્રકારનો સહયોગ આપીશું.