For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નરોડા-દહેગામ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે દંપત્તીનો ભોગ લીધો

04:14 PM Mar 15, 2025 IST | revoi editor
નરોડા દહેગામ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે દંપત્તીનો ભોગ લીધો
Advertisement
  • પૂરફાટ ઝડપે કારે અલ્ટોકારને પાછળથી ટક્કર મારી
  • અલ્ટોકાર ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાઈ
  • કારમાં સવાર પતિ-પત્નીના ઘટના સ્થળે મોત

અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં અકસ્માતનો વધુ એક બનાવ દહેગામ-નરોડા હાઈવે પર બન્યો હતો. પૂરફાટ ઝડપે કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર આગળ જતી અલ્ટોકારની પાછળ અથડાતા અલ્ટોકાર ડિવાઈડર કૂદીને બસ સાથે અથડાતા અલ્ટોકારમાં પ્રવાસ કરી રહેલા દંપત્તીના મોત નિપજ્યા હતા, જ્યારે અલ્ટોકારને પાછળથી ટક્કર મારનારો કારચાલક નશો કરેલી હાલતમાં હતો

Advertisement

દહેગામ-નરોડા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નબીરાએ નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવીને દંપનીનો જીવ લીધો હતો. હોળીની રાત્રે નબીરાએ પોતાની કાર પૂરઝડપે ચલાવીને આગળ જતી અલ્ટો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં અલ્ટો ડિવાઇડર કૂદીને સામેથી આવતી બસમાં ઘૂસી જતાં કારમાં સવાર દંપતીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. ગંભીર અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે,  હોળીની રાત્રે આશરે પોણાઅગિયાર વાગ્યા આસપાસ દહેગામ-નરોડા હાઈવે પર ઉમિયા માતાના મંદિર સામે અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરના સોનરડા ગામનો દિશાંત પટેલ નશાની હાલતમાં પોતાની લાલ કલરની કાર લઇને હાઇવે પર પસાર થઇ રહ્યો હતો. ત્યારે તેણે કાર પરથી કાબૂ ગુમાવી આગળ જતી અલ્ટો કારને ધડાકાભેર ટક્કર મારતા અલ્ટોકાર ડિવાઇડર કૂદીને સામેથી આવતી શામળાજી-અમદાવાદ બસમાં ઘૂસી ગઇ હતી. એના કારણે કારમાં સવાર દહેગામના નરેશભાઈ કાળુસિંહ ઠાકોર અને તેમનાં પત્ની જમનાબેન ઠાકોરનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભુક્કો બોલી ગયો હતો અને બસના પણ કાચ તૂટી ગયા હતા.

Advertisement

આ અકસ્માતના પગલે હાઇવે પર લોકોનાં ટોળેટોળાં એકઠાં થયાં હતાં અને અલ્ટોને ટક્કર મારનારી કારમાંથી તેના ચાલકને બહાર કાઢી તેને સવાલ કરતાં તે 'મેં નથી પીધો..મેં નથી પીધો...' એવું એક જ રટણ ચાલક કરતો હતો. હાજર લોકોએ જાણ કરતાં 108 અને પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે દંપતીના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને આરોપીને ઝડપી લીધો હતો.  પોલીસે કારચાલક આરોપી દિશાંત પટેલનું મેડિકલ ચેકઅપ કરાવતાં ડોક્ટરે દારૂ પીધેલો હોવાનો રિપોર્ટ આપ્યો છે. જોકે નબીરાના લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે એ જાણવા બલ્ડનું સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement