અમદાવાદના બાપુનગરમાં પૂરફાટ ઝડપે કારે 5 વ્યક્તિઓને અડફેટે લીધા
- એકકારચાલક કોઈની સાથે ઝગડો કરતા લોકો એકઠા થયા હતા
- પૂર ઝડપે આવેલી અન્ય કારે લોકોને અડફેટે લીધા
- ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદઃ શહેરમાં રાતના સમયે પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આ બનાવમાં કોઈ એક કારચાલક અન્ય સાથે ઝગડી રહ્યો હતો. આથી આજુબાજુના લોકો ઝગડો જોવા માટે રોડ પર એકઠા થયા હતા. તે દરમિયાન પૂરફાટ ઝડપે આવેલી અન્યકારે રોડ પર એકઠા થયેલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં ચારથી પાંચ લોકોને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
શહેરના બાપુનગર વિસ્તારમાં મોડી રાતે કારચાલક કોઈની સાથે ઝગડી રહ્યો હોવાથી જોર જોરથી અવાજ આવી રહ્યો હતો તેથી આસપાસના લોકો ઝગડો જોવા માટે રોડ પર એકઠા થયા હતા. તે દરમિયાન એક કારચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ઇજા થઇ હતી. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્તોને મોડી રાતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવના સીસીટીવીના કૂટેજ પોલીસે મેળવ્યા છે. જેમાં પૂર ઝડપે જતી કારે લોકોને અડફેટે લીધાનું દેખાઈ રહ્યુ છે. આ અંગે બાપુનગર પોલીસના કહેવા મુજબ મોડી રાતનો અકસ્માતનો બનાવ છે જે અંગે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ભોગ બનનારનો સંપર્ક કર્યો છે જે એ ફરિયાદ આપશે તો કાર્યવાહી કરવામાં આવશે .