હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

રાજકોટના ઈન્ટનેશનલ એરપોર્ટ પર 200 નોટિકલ માઈલ કેપેસિટીનું રડાર કાર્યરત થશે

05:46 PM Sep 19, 2025 IST | Vinayak Barot
Advertisement

રાજકોટઃ શહેરમાં અમદાવાદ જતા હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી રડાર વિના ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જેને લીધે હાલ એર ટ્રાફિક કંટ્રોલર વિભાગ દ્વારા ડેલ્ટા પોઝિશનિંગ સિસ્ટમથી એર ક્રાફટનું મોનીટરિંગ કરવું પડે છે પરંતુ તે અચોક્કસ હોય છે જેને લીધે હવામાં એક સાથે ઉડાન ભરતા 2 એરક્રાફટ વચ્ચે 2000 ફૂટનું અંતર રાખવું પડે છે અને  ફ્લાઇટ ટેકઓફમાં પણ સમય લાગે છે. પરંતુ હવે એરપોર્ટ પર અદ્યત્તન રડાર તૈયાર થઈ રહ્યું છે. જે રડાર 200 નોટિકલ માઈલની કેપેસિટી ધરાવે છે. જેનું નિર્માણ થતાની સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હવામાં એક સાથે 2 ને બદલે 4 એર ક્રાફટ ઉતરાણ કરતા હોઈ તેવું દ્રશ્ય જોવા મળશે અને દૈનિક 26 ફ્લાઇટનું ચોક્કસ મોનીટરીંગ થઈ શકશે.

Advertisement

રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇક્વિપમેન્ટ વિભાગ દ્વારા પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચે કોમ્યુનિકેશનનું કામ કરવામાં આવે છે. જ્યાં નેવિગેશન AIDની મદદથી ફ્લાઈટનું ઓપરેશન જોઈ શકાય છે. જેમાં સ્ક્રીન પર એરક્રાફ્ટની પોઝિશન જોવા મળે છે. જ્યારે એર ટ્રાફિક કંટ્રોલર દ્વારા પાયલોટને ફ્લાઇટના લેન્ડિંગ અને ટેકઓફ માટે સૂચના આપવામાં આવતી હોય છે. જેથી પાયલોટ ફિઝિકલી ફ્લાઇટનું લેન્ડિંગ કે ટેકઓફ કરે છે પરંતુ તેમનું મોનીટરીંગ ATC વિભાગમાંથી થાય છે. એર ટ્રાફિક કંટ્રોલરની લીલીઝંડી વિના પાયલોટ ફ્લાઇટનું લેન્ડિંગ કે ટેકઓફ કરી શકતો નથી.

રાજકોટના ઈન્ટનેશનલ એરપોર્ટ પર એટીસી પાસે રડાર ન હોવાથી નેવિગેશન AID સિસ્ટમથી ફ્લાઇટની પોઝિશન જાણી તેનું લેન્ડિંગ અને ટેકઓફ થાય છે. હવે અહીં નવું રડાર બની રહ્યું છે. જોકે તેનું કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. નવુ રડાર નિર્માણ પામતાની સાથે જ ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ઝડપી અને ચોક્કસ થશે અને તેથી મુસાફરોની સુરક્ષામાં વધારો થશે.

Advertisement

સૂત્રોના કહેવા મુજબ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 200 નોટિકલ માઇલની કેપેસિટીનું રડાર બની રહ્યું છે. જોકે રાજકોટ એરપોર્ટ પર એર ટ્રાફિકને ધ્યાનમાં લઈને 70 નોટિકલ માઇલની જરૂરિયાત રહે છે. 70 નોટિકલ માઇલ એટલે કે અંદાજે 125 કિલોમીટર જેટલા એર ટ્રાફિકનું મોનિટરિંગ થઈ શકશે. હાલ જે રીતે ડેલ્ટા પોઝિશનિંગ સિસ્ટમથી ફ્લાઇટની ઉડાનને લીધે ઉપર - નીચે 2 એર ક્રાફટ વચ્ચે 2000 ફૂટનું અંતર રાખવું પડે છે ત્યારે રડાર બનતાની સાથે જ 2000 ફૂટના અંતરે એક સાથે 4 એર ક્રાફટ ઉડાન ભરતા નજરે પડશે. રડારથી ફ્લાઇટની ઉડાનની રિયલ પોઝિશન જાણી શકાશે. જેનાથી ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ચોકસાઈભર્યુ, સરળ અને ઝડપી બનશે.

 

Advertisement
Tags :
200 nautical mile capacity radarAajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharInternational AirportLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsrajkotSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article