હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સુરતના કામરેજ તાલુકાના વાવ પાસે એક વર્ષની બાળકીને શ્વાન ઉઠાવી ગયો

06:24 PM Jun 05, 2025 IST | revoi editor
Advertisement

સુરતઃ  જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલી બાંધકામ સાઈટ પર ગત મંગળવારે રાતના સમયે એક વર્ષની બાળકીને ઉઠાવીને એક કૂતરો ભાગી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ કોઈ પત્તો ન લાગતા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના જંગલ જેવા વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શોધખોળ કરી છે. પણ  આ ઘટનાના 36 કલાકમાં બાદ પણ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી.પોલીસે અત્યાર સુધીમાં DOG સ્કોડ, FSL, ફાયર ટીમ અને ડ્રોન કેમેરાની મદદથી ઘટનાસ્થળેથી બે કિલોમીટર સુધીનો વિસ્તાર ખૂંદી વળી છે. છતાં, હજુ સુધી માત્ર બાળકીના લોહીના ડાઘવાળી લેગીસ જ મળી છે. બાકી કશું જ મળ્યું નથી.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ પાસે આવેલી બાંધકામ સાઈટ શરણમ્ રેસીડેન્સી પર ઝૂપડામાં માસૂમ બાળકી માયાની માતા તીતાબેન પરિવાર સાથે રહે છે. ઘટના સમયે મંગળવારે રાત્રે જ્યારે મહિલા ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે તેમનાથી 6 ફૂટ દૂર સૂતેલી માયાને એક આછા લાલ રંગનો કૂતરો ઉપાડીને ભાગી ગયો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરી હતી. માતાની બૂમાબૂમ સાંભળીને આસપાસના મજૂરો દોડી આવ્યા હતા. જો કે, ત્યાં સુધીમાં તો કૂતરો બાળકીને લઈને શેરડીના ખેતરમાં ભાગી ગયો હતો. કામરેજ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  શોધખોળ દરમિયાન ખેતરમાંથી માત્ર બાળકીની લોહીવાળી લેગીંસ મળી આવી હતી. ત્યારે, હાલ 36 કલાક વીતી ગયા છતાં બાળકીનો કોઈ પત્તો મળ્યો નથી. પોલીસે ડોગ સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી ખાડી વિસ્તાર, અવાવરું જગ્યાઓ અને શેરડીના ખેતરોમાં શોધખોળ કરી છે. કામરેજ ગ્રામ્ય ડીવાયએસપી આર.આર.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અને 150થી વધુ સ્થાનિક લોકો બાળકીની શોધખોળમાં જોડાયા છે. બાળકીની માતા હૈયાફાટ રુદન કરી રહી છે, જ્યારે પોલીસ આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે.

બાળકીના માતા તીતાબેનએ જણાવ્યું કે, હું રસોઈ કરતી હતી ત્યારે, મારી બાળકીને કુતરું ઉપાડી ગયું. હું તેની પાછળ દોડી , પણ કુતરું ભાગી ગયું. મારે સંતાનમાં આ એક બાળકી જ છે તેમ કહી તે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. સાથે જ માતાએ સરકારને પણ મદદ માટે વિનંતી કરી હતી.

Advertisement

મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના મેધનગર તાલુકાના પલાસસ્ટોર ગામના અને હાલ સુરત કામરેજના વાવ ગામ ખાતે રહેતા આંજુભાઈ તથા તેની પત્ની તીતાબેન મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર એક વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલા બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઈડમાં કામ કરે છે અને ત્યાં જ ઝુંપડું બાંધી અન્ય મજૂરો સાથે વસવાટ કરે છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratidog snatchedGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharKamrej TalukaLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews Updatesone-year-old girlPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharvavviral news
Advertisement
Next Article